મનોરંજન

ટાઇગર શ્રોફે તેની અપકમિંગ ફિલ્મ ‘ગણપત’નો ફર્સ્ટ લુક રિલીઝ

ટાઇગર શ્રોફે તેની અપકમિંગ ફિલ્મ ‘ગણપત’નો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. સોશિયલ મીડિયા પર મોશન પોસ્ટર રિલીઝ કરીને તેણે લખ્યું છે કે, ‘યારોં કા યાર હું, દુશ્મન કા બાપ હું. ફિલ્મના ટાઇટલ નીચે પાર્ટ -1 લખ્યું છે જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ મલ્ટિ પાર્ટ ફ્રેન્ચાઇઝી હશે.
વિકાસ બહલના ડિરેક્શનમાં બનનારી આ ફિલ્મને વશુ ભગનાની, જેકી ભગનાની, વિકાસ બહલ અને દીપશિખા દેશમુખ પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ 2021ના મધ્યમાં શરૂ થશે. આ ફિલ્મ 2022માં રિલીઝ થશે.
ટાઇગર છેલ્લે ‘બાગી 3’માં દેખાયો હતો. ત્યારબાદ લોકડાઉનમાં ટાઈગરે સિંગર તરીકે પણ ડેબ્યુ કર્યું છે. તેણે તેનું પહેલું સોન્ગ ‘અનબિલીવેબલ’ રિલીઝ કર્યું હતું. ‘ગણપત’ ફિલ્મમાં ટાઇગર સાથે નોરા ફતેહી અને નૂપુર સેનન સ્ટારકાસ્ટમાં સામેલ હોઈ શકે છે. જોકે, તેમના નામનું ઓફિશિયલ અનાઉન્સમેન્ટ હજુ થયું નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x