કોઈ પણ રાજ્યમાં સીબીઆઇ તપાસ પહેલાં રાજ્યની પરવાનગી જરૂરી: સુપ્રીમ કોર્ટ
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશનના અધિકાર ક્ષેત્રના સંબંધમાં સતત સવાલ ઉઠતા રહ્યાં છે. મોટા ભાગે એક સવાલ સર્જાય છે કે શું તપાસ માટે સીબીઆઈ એ સંબંધિત રાજ્યોની અનુમતિ લેવી જરૂરી છે ? આજે સુપ્રીમ કોર્ટે આ મામલામાં મોટો ચુકાદો આપ્યો છે. જેમાં સીબીઆઈ એ તપાસ માટે સંબંધિત રાજ્યોની પરવાનગી લેવી જરૂરી છે. એક ચુદામાં સુપ્રીમ કોર્ટ ગુરવારે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે આ પ્રાવધાન બંધારણના સંધીય ચરિત્રને અનુરૂપ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દિલ્હી વિશેષ પોલીસ સ્થાપના અધિનિયમ, જેમાં શક્તિઓ અને અધિકાર ક્ષેત્ર માટે સીબીઆઈ માટે રાજ્ય સરકારની પરવાનગીની આવશ્યકતા છે.
આ પ્રાવધાન સંવિધાનના સંધીય ચરિત્રને અનુરૂપ છે. તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારે એક આદેશ જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે રાજ્યમાં તપાસ કરવા માટે સીબીઆઈને આપવામાં આવેલી પરવાનગી પરત લેવામાં આવે છે. જોકે મહારાષ્ટ્ર સરકાર દ્વારા તપાસની પરવાનગી પરત લેવાના કારણે હાલ ચાલી રહેલી તપાસ પર કોઈ અસર પડશે નહિ.
ભવિષ્યમાં સીબીઆઈ મહારાષ્ટ્રમાં કોઈ નવા મામલાની તપાસ કરવા માંગશે તો તેણે રાજ્ય સરકારની પરવાનગી લેવી પડશે પરંતુ કોર્ટ તરફથી તપાસ માટેનો આદેશ આપવામાં આવ્યો હશે તો પરવાનગીની જરૂર પડશે નહિ. સીબીઆઈ દિલ્હી વિશેષ પોલીસ સ્થાપના અધિનિયમ, 1946 દ્વારા શાસિત હોય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સીબીઆઈને તપાસ કરતા પહેલા સંબંધિત રાજ્ય સરકારની પરવાનગી લેવી પડશે.