મનોરંજન

અભિનેત્રી અનુષ્કા શર્મા પ્રસુતિ બાદ મે 2021માં ફરી કામ શરૂ કરશે

મુંબઇ :
ઝીરો ફિલ્મ પછી લગભગ બે વરસે અનુષ્કાએ કામ પર ચડવાનો પ્લાન જણાવ્યો છે. અભિનેત્રીએ શેર કર્યું છે કે, તે પ્રસુતિ પછી મે ૨૦૨૧માં ફરી કામ શરૂ કરશે. અભિનેત્રી હાલ ગર્ભવતી છે અને જાન્યુઆરી ૨૦૨૧માં માતા બનવાની છે. પરિણામે અનુષ્કા હાલ મર્યાદિત વિજ્ઞાાપનો જ કરી રહી છે. હાલ અભિનેત્રી એક પછી એક એન્ડોર્સમેન્ટ કરી રહી છે. તેણે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ની દરેક ગાઇડલાઇન્સનું હું અને મારી ટીમ પાલન કરી રહ્યા છીએ. સેટ પર મારી ટીમ મારી બહુ જ કાળજી રાખે છે. હું પ્રસુતિ પછી ફરી શૂટિંગ પર જોઇન્ટ થવાની છું.મ ને શૂટિંગ કરવું અને સેટ પર જવું પસંદ છે. જોકે અમારી ઇન્ડસ્ટ્રી માટે આ વરસ બહુ ખરાબ રહ્યું છે. પરંતુ મને ખુશી છે કે અમે પહેલા જેટલી જ સ્ફુર્તિ અને ધીરજથી ફરી કામ શરૂ કરી દીધું છે.
જોકે પ્રસુતિ પછી કામ પર ચડતા પહેલા અનુષ્કા પોતાની શિશુની કાળજીની સંપૂર્ણ તૈયારી કરશે. તેમજ સેટ પર જતા પહેલા તેના સ્ટાફની તબીબી તપાસ કરવામાં આવશે તેમજ તેમને ક્વોરોનટાઇનની જરૂર હશે તો તેમ પણ કરવામાં આવશે.
અનુષ્કાએ જણાવ્યું હતું કે, હાલ હું દરેકની આભારી છું કે, હું શૂટિંગ કરી રહી છું તે જગ્યા મારા માટે સુરક્ષિત છે. ભવિષ્યમાં પણ હું જ્યાં શૂટિંગ કરવાની હોઇશ તે સેટ મારા માટે સુરક્ષિત હોવો જોઇએ. કોવિડ-૧૯ના દરેક નિયમોનું પાલન થવું જોઇેએ.
અનુષ્કાએ વધુમાં જણાવ્યું હતું કે, તેને કામ કરવામાં આનંદ આવે છે. તેની ઇચ્છા છે કે તે મરતા દમ સુધી કામ કરે. આવતા મે મહિનાથી શૂટિંગમાં પહેલાની માફક તેની વ્યસ્ત થવાની ગણતરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x