સુરતમાં મહિલા પીએસઆઈએ કર્યો આપઘાત, કારણ અકબંધ
સુરતમાં મહિલા પી.એસ.આઈએ પોતાની સર્વિસ રિવોલ્વરથી આપધાત કરી લેતા ચકચાર મચી ગયો છે. મહિલા પી.એસ.આઈ એ.બી. જોશીએ પોતાના સરકારી આવાસમાં જ આપઘાત કર્યો છે. તેઓ ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. મહિધરપુરા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
મહિલા પી.એસ.આઈનાં આપઘાતનાં પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પી.એસ.આઇ અનિતા જોશી ઈન્વેસ્ટીગેશન ચાર્માં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતાં. તેઓ ફાલસાવાડી ખાતે આવેલા સરકારી ક્વાટર્સમાં રહેતા હતાં. પરિણીત અનિતા જોશીને એક બાળક પણ છે. આ આપઘાતમાં હજી કોઇ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ ઘટનાના પગલે મહિધરપુરા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.