ગાંધીનગરગુજરાત

રાજયમા જાન્યુઆરીના અંતમાં જાહેર થશે સ્વરાજયની ચુંટણી

6 મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 55 નગરપાલિકા માટેની ચૂંટણીઓ યોજાશે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી ગયા છે. રાજ્ય ચૂંટણી પંચ 6 મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 55 નગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત જાન્યુઆરી માસના અંત સુધીમાં કરે તેવી શક્યતાઓ લાગી રહી છે. કોંગ્રેસ અને ભાજપ એમ બન્ને પક્ષોએ ચૂંટણીઓ માટેની કવાયત તેજ કરી છે. રાજયમાં પેટાચૂંટણી બાદ ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પક્ષોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે. રાજ્યમાં આગામી દિવસોમાં 6 મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 55 નગરપાલિકા માટેની ચૂંટણીઓ યોજાશે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ સ્થાનિક કક્ષાએ તૈયારીઓ માટે સૂચના આપી દીધી છે.
આ 6 મહાનગરપાલિકાની મુદત આગામી 13 ડિસેમ્બર સુધી પૂર્ણ થવાની છે. ભાજપ દ્વારા 6 મહાનગરપાલિકા માટે કામગીરી કરાઈ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં વર્તમાન જનપ્રતિનિધિઓ પાસેથી 5 વર્ષ ની કામગીરીનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. નવા સીમાંકન બાદ જાતિગત સમીકરણ આધારે વોર્ડની પરિસ્થિતિ પર વોર્ડ પ્રમુખો પાસે પણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે.
આગામી સપ્તાહથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ઉપર પણ બેઠકોના દોરનો પ્રારંભ થઈ જશે. આમ પણ શહેરી મતદાર હંમેશા ભાજપ સાથે રહ્યો છે. પરંતુ વર્ષ 2017ની ચૂંટણીમાં અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં કોંગ્રેસનો જનાધાર વધ્યો હતો. ત્યારે આ શહેરોમાં ચોકસ રણનીતિ સાથે ભાજપ મેદાનમાં ઉતરે તેવું લાગી રહ્યું છે. રાજ્ય ચૂંટણી કમિશનરે પણ 6 મહાનગરપાલિકાના કલેકટરને પત્ર લખી વર્તમાન પરિસ્થિતિ અંગે ચિતાર માગ્યો છે. ત્યારે એમ લાગી રહ્યું છે કે ચૂંટણી કમિશનર દ્વારા જાન્યુઆરીના અંત સુધીમાં નોટિફિકેશન જાહેર થાય એવી શક્યતા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x