હું કે મારી બહેન સક્રિય રાજકારણમાં ભાગ લઈએ એવું અહેમદ પટેલ ક્યારેય નહોતા ઇચ્છતા: ફૈઝલ
ગુજરાત કોંગ્રેસ દ્વારા સ્વ. અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતુ. અમદાવાદના શાહિબાગ વિસ્તાર આવેલ સરદાર પટેલ સ્મારક ખાતે પ્રાર્થના સભા યોજાઇ હતી. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ સહિત કોંગ્રેસ નેતા હાજર રહ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા સહિત નેતા, ધારાસભ્ય અને કાર્યકર્તા ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલનું નિવેદન આપતા કહ્યું હતુ કે ‘હું કોંગ્રેસના નેતા અને ગુજરાત લોકોનો આભારી છુ કે આ સમયમાં લોકોનો અને સાથ સહકાર મળ્યો છે . આજે પણ વિશ્વાસ થતો નથી કે અહેમદ પટેલ આપણી વચ્ચે નથી. એવું લાગે છે કે ગમે તે સમયે તે આપણી વચ્ચે ઉપસ્થિત થશે. ગુજરાતના લોકો તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે એવી આશા રાખું છું. અહેમદ પટેલ એવું ક્યારે નોહતા ઇચ્છતા કે હુ અને મારી બહેન રાજકારણ માં સક્રિય ભાગ લઇએ. છેલ્લા એક અઠવાડિયાથી લોકોને મળીને અહેમદ પટેલની વિરાસત અંગે જાણ્યું છે. સમાજ અને ગરીબો માટે કામ કરી તેની વિરાસતને આગળ ધપાવવાની છે. તેઓએ ક્યારેય ધારાસભ્ય સાંસદ કે મંત્રી પદની આશા રાખી નથી.
તેમની વિરાસતને આગળ વધારવા સમાજ અને ગરીબો માટે કાર્ય કરવાનું છે. પાર્થના સભા કાર્યક્રમ કોવિડ – ૧૯ ગાઇડ લાઇન સંપૂર્ણ પાલન કરાયું હતુ . સોશિયલ ડિસ્ટન્ડ સાથે બેસવાની વ્યવસ્થા ઉભી કરાઇ હતી. માસ્ક સાથે નેતાઓ અને કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા. અહેમદ પટેલ 1977માં 26 વર્ષની ઉંમરમાં ગુજરાતના ભરૂચથી લોકસભા ચૂંટણી જીતીને ત્યારે સૌથી યુવા સાંસદ બન્યા હતા. ત્યારે દેશમાં ઇમરજન્સીની વિરુદ્ધ આક્રોશ સાથે જનતા પાર્ટીની લહેર ચાલી રહી હતી.