ગાંધીનગરગુજરાત

સેક્ટર-૧૭માં ૩૬ સરકારી આવાસો જમીનદોસ્ત કરાશે

ગાંધીનગર,

ગાંધીનગર શહેરમાં સ્થાપનાકાળથી ઉભા રહેલા સરકારી આવાસોમાં રીનોવેશન ફક્ત નામ પુરતું જ કરવામાં આવે છે ત્યારે જોખમી અને જર્જરીત આવાસોને તોડી પાડવા માટે માર્ગ અને મકાન વિભાગે હથોડો ઉપાડયો છે. જે અંતર્ગત સેક્ટર-૧૭માં જ ટાઇપના ૩૬ સરકારી આવાસો તોડી પાડવામાં આવશે.આ ઉપરાંત ટેક્ નીકલ સર્વેમાં પણ મળી આવેલા જોખમી આવાસોને ખાલી કરવા માટે પરિવારને સુચના આપી દેવામાં આવી છે.

ગાંધીનગર શહેરમાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે સરકારી મકાનોની વ્યવસ્થા સરકાર દ્વારા વર્ષોથી કરવામાં આવી છે. ગાંધીનગરની સ્થાપના વખતથી ઉભા કરવામાં આવેલા સરકારી આવાસમાં કર્મચારીઓ રહી શકે તેમજ તેમની અન્ય પ્રાથમિક સુવિધાઓ પણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.  શહેરના જુના સેક્ટર બાદ નવા સેક્ટરોમા પણ સરકારી આવાસો ઉભા કરીને નગરજનોને સુવિધા પુરી પાડી હતી. પરંતુ ગાંધીનગર શહેરની સ્થાપના વખતે બનાવેલા આ સરકારી આવાસોમાં સમયાંતરે નિયમિત રીનોવેશન કરવામાં આવતું નથી.

એટલુ જ નહી, જ્યારે પણ મકાનોનું સમારકામ કરવામાં આવ્યું હતું ત્યારે ફક્ત મકાનને થીંગડા મારવાની નીતિથી જ રીનોવેશન કરવામાં આવ્યું હતું તેમજ હલકી ગુણવત્તાવાળા માલ-સામાનનો ઉપયોગ કરવાના કારણે આ જર્જરીત મકાનોેને કોઇ ખાસ ટેકો મળ્યો ન હતો જેના કારણે દિવસેને દિવસે આ સરકારી આવાસો જોખમી બનતા જતા હતા. જેને લઇને સેક્ટર-૧૭ના નવ જેટલા બ્લોકને તોડી પાડવાનું નક્કી કર્યું છે. જો કે, કામગીરી શરુ કરી દેવામાં આવી છે. સેક્ટર-૧૭માં કુલ ૩૬ સરકારી આવાસો જમીનદોસ્ત કરી દેવામાં આવનાર છે.

ત્યારે છેલ્લા એક વર્ષ પહેલા કરવામાં આવેલા ટેક્ નીકલ સર્વેમાં પણ જોખમી આવાસો મળી આવ્યા છે.જેને હાલ ખાલી કરવા માટે સ્થાનિક તંત્રને સુચના આપી દેવામાં આવી છે અને ત્યાં ફેન્સીંગ કરીને બીજા તબક્કામાં આ આવાસો તોડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x