જાણો 1 જાન્યુઆરીથી કયા સ્માર્ટફોન પર WhatsApp બંધ થઈ જશે.
નવા વર્ષની શરૂઆત થવા પર WhatsApp જૂના ઓપરેટિંગ સિસ્ટમ માટે પોતાનો સપોર્ટ બંધ કરી આપે છે અને હવે મેસેજિંગ એપે ફરીથી યાદી જાહેર કરી છે. વર્ષ 2021 ના શરૂ થવા પર એટલે કે, 1 જાન્યુઆરીથી વોટ્સએપ કેટલાક એન્ડ્રોયડ ફોન અને આઈફોન પર કામ કરવાનું બંધ કરી દેશે. રિપોર્ટ પ્રમાણે iOS 9 અને એન્ડ્રોયડ 4.0.3 ઓપરેટિંગ સિસ્ટમથી નીચેના સ્માર્ટફોન પર કામ કરનાર સ્માર્ટફોન પર નહી ચાલે. WhatsApp નો સપોર્ટ પેજ યૂઝર્સને ઓપરેટિંગ સિસ્ટમના લેટેન્સ વર્ઝનનો વપરાશ કરવાની સલાહ આપે છે. જેનાથી તે બધા ફીચર્સનો વપરાશ કરી શકે.
ફોનમાં આ સપોર્ટ કરવાનું બંધ કરી દેશે
જણાવવામાં આવ્યુ છે કે, વોટ્સએપના બધા ફીચર્સ વપરાશ કરવા માટે iPhone યૂઝર્સને iOS 9 અથવા તેનાથી ઉપર અને એન્ડ્રોયડ યૂઝર્સને 4.0.3 અથવા તેનાથી ઉપરનું વર્ઝન વપરાશ કરવો જરૂરી છે. તો આનો જાણીએ ક્યાં ફોનમાં આ સપોર્ટ કરવાનું બંધ કરી દેશે.
એપલના iPhone 4, iPhone 4S, iPhone 5, iPhone 5S, iPhone 6, અને iPhone 6 ને ઓપરેટિંગ સિસ્ટમ iOS 9 થી અપડેટ કરવાનું હશે. જણાવી દઈએ કે, iPhone 6S, 6 Plus, અને iPhone SE પ્રથમ જેનરેશનના આઈફોન છે. જેમણે iOS 14 થી અપડેટ કરવામાં આવી શકે છે.
એન્ડ્રોયડની સેટિંગ પર જવાનું રહેશે
આવા એન્ડ્રોયડ ફોન જે Android 4.0.3 પર કામ કરતા નથી. તે ડિવાઈસ પર વોટ્સએપ ચાલશે નહી. તેમાં HTC Desire, LG Optimus Black, Motorola Droid Razr, Samsung Galaxy S2 જેવા મોડલ સામેલ છે. જો તમે નથી જાણતા કે, તમારો ફોન કઈ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે, તો એ જાણવાની રીત ખૂબ જ સરળ છે. તે માટે તમારે પોતાના આઈફોન અથવા એન્ડ્રોયડની સેટિંગ પર જવાનું હશે.
જો તમે iPhone યૂઝર છે. તે માટે સૌ પ્રથમ Settings પર જાઓ.
ફરી General પર ટેપ કરો.
Information પર જવા પર તમારે પોતાના આઈફોનના સોફ્ટવેયરની માહિતી મળી જશે.
આ પ્રકારે Android યૂઝરને સૌપ્રથમ Setting પર જવાનું રહેશે. અહીંયા About Phone માં જઈને યૂઝર ફોનની ઓપરેટિંગ સિસ્ટમ વિશે જાણી શકશે. જેમની પાસે ફોનને અપડેટ કરવાનો ઓપ્શન છે. તે તરત લેટેસ્ટ સોફ્ટવેયરથી અપડેટ કરી લો. તો જે યૂઝર્સની પાસે ફોન અપડેટ કરવાનો ઓપ્શન નથી, તેમને વોટ્સએપ વપરાશ કરવા માટે નવા ફોન ખરીદવા પડશે.