ગાંધીનગરગુજરાત

હવે ઘરે બેઠા રીન્યૂ કરી શકાશે કાચુ ડ્રાઈવિંગ લાઈસન્સ

કાચા ડ્રાઈવિંગ લાઈસન્સને રિન્યૂ કરવાને લઇ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા આ સિસ્ટમને ઓનલાઈન કરવામાં આવી છે. હવે નવી વ્યવસ્થા પ્રમાણે parivahan.gov.in નામની વેબસાઈટ પરથી ઘરે બેઠા ઓનલાઈન કાચું લાઈસન્સ રિન્યૂ કરી શકાશે.
અરજદાર ઘરે બેઠા લાઈસન્સ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકશે. કોઈ અરજદાર પાસે ટૂ-વ્હીલરનું લાઈસન્સ હોય અને તેને ફોર વ્હીલરનું લાઈસન્સ કઢાવવું હોય તો, તેના માટે પણ આરટીઓ કચેરીમાં જઈ કાચું લાઈસન્સ મેળવવું પડતું હતું. પરંતુ હવેથી અન્ય વર્ગનું લાઈસન્સ મેળવવા માટે અરજદારે આરટીઓ કચેરીમાં જવું નહીં પડે. જેના માટે અરજદારે ઓનલાઈન જ ફી ભરીને વર્ગનો જાતે જ ઉમેરો થઈ જશે. વેરિફિકેશન અને એપ્રૂવલ થયા બાદ અરજદારે નિયત તારીખે માત્ર ડ્રાઈ વિંગ ટેસ્ટ માટે જ હાજર રહેવાનું થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x