કોરોના મહામારીને પગેલ સંસદનું શિયાળું સત્ર કરાયું રદ
કેન્દ્રની મોદી સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ વખતે સંસદનું શિયાળુ સત્ર ડિસેમ્બરમાં નહીં બોલાવવામાં આવે. તેના બદલે જાન્યુઆરીમાં બજેટ સત્રની સાથે જ શિયાળુ સત્ર પણ બોલાવવામાં આવી શકે છે. સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો હોવાની માહિતી મળી છે. વિરોધ પક્ષો શિયાળુ સત્ર બોલાવવા માટેની માંગ કરી રહ્યા છે.
સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કોંગ્રેસના નેતા અને સાંસદ અધિર રંજન ચૌધરીને પત્ર લખીને સરકારના નિર્ણયની જાણકારી આપી છે. જોશીના મતે, તમામ વિરોધી પક્ષો સંમત થયા હતાકોરોનાને કારણે આ વખતે શિયાળુ સત્ર નહીં બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, કોંગ્રેસે કહ્યું છે કે જાન્યુઆરીમાં બજેટ સત્ર અંગે તેની સલાહ લેવામાં આવી નથી.