ઇંડિયન લાયન્સ ગાંધીનગર દ્વારા પંચદેવ મંદીર સૂર્ય પૂજા કરી નવા વર્ષના વધામણાં કર્યા
ગાંધીનગર :
ગુજરાત ના પાટનગર ગાંધીનગર ખાતે આવેલા પંચદેવ મંદીર માં સૂર્ય નારાયણ ની પૂજા શાસ્ત્રી જી ફૂલચંદ મહારાજ ના મંત્રોચ્ચાર સાથે સૂર્ય નારાયણ પૂજા કરી હતી અને નેશનલ ઇંડિયન લાયન્સ બોર્ડ ના ચેર પર્સન શ્રી હિતેશ પંડ્યા સાહેબ તથા આશાબેન પંડયા ના આશીર્વાદ અને માર્ગદર્શન મુજબ કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો હતો. વાઇસ ચેરમેન અક્ષયભાઇ ઠક્કર નેશનલ સેક્રેટરી કુમ્પલ બેન દવે, ઇંડિયન લાયન્સ ગાંધીનગર ના પ્રમુખ શ્રી રાધેશ્યામ યાદવ દ્વારા, ઉપ પ્રમુખ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ અને ઉપપ્રમુખ શ્રી મગલસિંહ દ્વારા સૂર્ય નારાયણ ને જળ ની અંજલી આપી નવા વર્ષ ૨૦૨૧ ના આગમન ને ઇંડિયન લાયન્સ કલબ ના તમામ સભ્યો એ વધાવ્યું હતું
શ્રી અક્ષય ભાઇ ઠક્કર નું સન્માન ફૂલ માળા થી પ્રમુખ શ્રી રાધેશ્યામ યાદવ દ્વારા અને નેશનલ સેક્રેટરી શ્રી કુમ્પલ બેન દવે નું ફૂલ માળા થી સન્માન મનીષા બેન ગોહેલ સેક્રેટરી દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી રાધેશ્યામ યાદવ નું સન્માન ખેસ પહેરાવી ઉપ પ્રમુખ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું હતું અને ઇંડિયન લાયન્સ શ્રી મહેન્દ્ર ભાઇ ચૌહાણ દ્વારા પ્રમુખ શ્રી રાધેશ્યામ યાદવ ને ગીતા પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે ઇંડિયન લાયન્સ ગાંધીનગર ના પ્રમુખ શ્રી રાધેશ્યામ યાદવ તથા જય પંડયા ઇ. લા. ના જન્મ દિવસ ની ઉજવણી પણ કરવામાં આવી હતી અને કેક ની જગ્યા એ માવા નો ઉપયોગ ભારતીય સંસ્કૃતિ સાથે દિપ જલાવી અક્ષય ભાઇ દ્વારા શ્લોક સંસ્કૃત માં પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શ્રી અક્ષયભાઇ વાઇસ ચેરમેન, સેક્રેટરી શ્રી કુમ્પલ બેન દવે, શ્રી ડૉ ગુલાબચંદ પટેલ ઉપ પ્રમુખ, શ્રી મંગળ સિંહ સોલંકી ઉપ પ્રમુખ, ઇંડિયન લાયન્સ શ્રી મહેન્દ્રભાઇ ચૌહાણ,શ્રી ડૉ ધૈવત ભાઇ, શ્રી હેમરાજ રાણા બોર્ડ મેમ્બર ,, લાયોનેસ શિલ્પા બેન દેસાઈ, શ્રી ભરત ભાઇ દેસાઇ, કલ્પેશ ભાઇ પરમાર, કૌશિક ભાઇ પરમાર, શ્રી જીતુભાઇ, મનીષા બેન ગોહેલ સેક્રેટરી, કોષાધ્યક્ષ શ્રી સંજીવ યાદવ, શ્રી લાલ સિંહ, શ્રી કુમાર, તથા તમામ મેમ્બર દ્વારા પ્રમુખ શ્રી રાધેશ્યામ યાદવ ને તથા જય પંડ્યા ને જન્મ દિવસ નિમિતે શુભેચ્છા પાઠવી હતી.
શ્રી રાધેશ્યામ યાદવ નું ફૂલ માળા થી સન્માન ઉપ પ્રમુખ શ્રી ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા તથા મંગળ સિંહ સોલંકી ઉપ પ્રમુખ શ્રી દ્વારા કરવામાં કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત નેશનલ વાઇસ સેક્રેટરી શ્રીમતી રશ્મિ બેન ગોંડ લિયા ના આકસ્મિક અવસાન નિમિતે બે મિનિટ મૌન પાળી તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ઇંડિયન લાયન્સ ગાંધીનગર સ્વર્ણિમ કલબ દ્વારા આ કાર્યક્રમ દર વર્ષે ઉજવવામાં આવે છે, નવા વર્ષની ઉજવણી નિમિતે સવારે ૭ વાગ્યે સૂર્ય નારાયણ ની પૂજા કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં રાષ્ટ્રગીત સમૂહ ગાન દ્વારા રજૂ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.