ગાંધીનગરગુજરાત

રાજ્ય સરકાર દ્વારા ગૌણ સેવાના પ્રશ્નપત્રના પ્રિન્ટિંગ, પ્રોસેસિંગનું 65 કરોડનું કૌભાંડ- કોંગ્રેસ

22_1486325956 (1)ગાંધીનગર:

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પંચાયત પસંદગી મંડળ અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી વિવિધ ભરતી પ્રક્રિયાની પરીક્ષામાં રૂ. 65 કરોડનું કટકી કૌભાંડ કર્યુ હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ પંચાયત પસંદગી અને ગૌણ સેવા પસંદગી મંડળમાં પ્રશ્નપત્ર છાપવા, પ્રોસેસ કરવા અને ઓએમઆર શીટના રૂ. 138.50 ચૂકવવામાં આવે છે, જે ખરેખર રૂ. 27.75નો ખર્ચ થતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
ત્રણ વર્ષમાં રૂ. 300 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું
તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ગુજરાત ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા લેવાયેલ પરીક્ષામાં છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 300 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ બાબતે પંચાયત વિભાગના અગ્રસચિવ પસંદગી મંડળના અધ્યક્ષ અને સભ્ય સચિવને સ્પષ્ટ જણાવ્યું છે કે પ્રશ્નપત્ર પ્રિન્ટિંગના 24 પાનાના રૂ. 13 અને 16 પાનાના રૂ. 9 તથા પ્રોસેસિંગ, ઓએમઆર શીટના રૂ. 7.75 એટલે કે પ્રત્યેક ઉમેદવાર દીઠ રૂ. 27.75નો ખર્ચ થાય છે. કોંગ્રેસના પ્રવક્તાએ  આક્ષેપ કર્યો હતો કે સમગ્ર બાબતે આંખ આડા કાન કરીને ભાજપ સરકાર નિયુક્ત સભ્યો મોટાપાયે કટકી કરીને રૂ. 65 કરોડની કટકી કરે છે. આ કૌભાંડની ગંભીર રીતે તપાસ થવી જોઈએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x