કોરોના વાયરસના નવા સ્ટ્રેનની એન્ટ્રી ! 4 કેસ એસ.વી.પી. માં થયા દાખલ !
અમદાવાદ :
ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 734 કેસ નોંધાયા છે જેની સામે 907 દર્દીઓ સાજા થયા થયા છે.
બીજી તરફ અમદાવાદમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ છે ત્યારે આરોગ્ય ખાતું દોડતું થઈ ગયું છે.બ્રિટન થી આવેલા ચાર લોકોના રિપોર્ટ કોરોના ના નવા સ્ટ્રેનથી સંક્રમિત મળી આવ્યા છે.હાલ માં આ ચારેય દર્દીઓને અમદાવાદની SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.23 તારીખે 175 યાત્રિકો લંડનથી આવ્યા હતા.પુણે વાયરોલોજીના રિપોર્ટમાં ખુલાસો થવા પામ્યો છે અને હજુમાં 6 લોકોના રિપોર્ટ આવવાના બાકી હોવાનું જાણવા મળ્યું છે.