BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને આવ્યો હાર્ટએટેક, કોલકાતાની હોસ્પિટલમાં કરાયા દાખલ.
કોલકાતા :
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી હોસ્પિટલમાં દાખલ થયા છે. તેમણે શનિવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા કોલકાતાના વુડલેન્ડ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. સૂત્રો દ્વારા ખબર પડી છે કે ત્યાં તેમની એન્જીઓપ્લાસ્ટી સર્જરી થઈ રહી છે.
બીસીસીઆઈના અધ્યક્ષ અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો છે અને હાલમાં તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ભારતના પૂર્વ કેપ્ટન ગાંગુલીને હાલમા કોલકત્તાના વુડલૈડ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ગાંગુલીએ બેચેનીની ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલાં જ સૌરવ ગાંગુલી ભાજપમાં જોડાવવાની અટકળો ચાલી રહી હતી. કારણ કે તેમણે પશ્ચિમ બંગાલના રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી હતી. એવામાં ફરી એક વખત ભાજપમાં જોડાવવાની ચર્ચા થઈ રહી હતી. જો કે બાદમાં સૌરવ ગાંગુલીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી કે – જો રાજ્યપાલ તમને મળવા માગે છે તો તમારે તેમને મળવું જોઈએ. તો પછી આપણે પણ એ નજરથી જ તેને જોવું જોઈએ.