ગુજરાત

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા માધવસિંહ સોલંકીનું નિધન

ગાંધીનગર :
કોંગ્રેસના દિગ્ગજ નેતા (Gujarat Congress Leader) અને પૂર્વ કેન્દ્રીય વિદેશ મંત્રી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી (Former CM Of Gujarat) રહી ચૂકેલા માધવસિંહ સોલંકીનું (Madhav Singh Solanki) નાદુરસ્ત તબીયતના કારણે આજે વહેલી સવારે ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને અવસાન થયું છે.
માધવસિંહ સોલંકીએ (Madhav Singh Solanki) 4 વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદ સંભાળ્યું હતું. માધવસિંહ સોલંકી ખામ થિયરી માટે જાણીતા થયેલા. જેના થકી તેઓ 1980માં ગુજરાતમાં સત્તામાં આવેલા.

ઉલ્લેખનીય છે કે, માધવસિંહ સોલંકી (Madhav Singh Solanki) ગુજરાતમાં સૌથી વધુ બેઠકો સાથે શાસન કરનાર એકમાત્ર નેતા રહી ચૂક્યાં છે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પણ તેમનો રેકોર્ડ તોડી શક્યા નહતા.

માધવસિંહ સોલંકીની રાજકીય સફર પર એક નજર
માધવસિંહ સોલંકીનો (Madhav Singh Solanki) જન્મ 30 જુલાઈ, 1928ના રોજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા પિલુદરા ગામમાં રોજ થયો હતો. તેઓ સૌ પ્રથમ 1957માં મુંબઈ રાજ્યની વિધાનસભામાં ચૂંટાયા હતા. જો કે 1960માં વિભાજન બાદ તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા.

માધવસિંહની 1975માં ગુજરાત કોંગ્રેસના (Gujarat Congress) પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જે બાદ 24-ડિસેમ્બરે, 1976ના રોજ માધવસિંહ (Madhav Singh Solanki) ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. જો કે ખૂબ જ ટૂંકા સમય બાદ 11 એપ્રિલ, 1977ના રોજ તેમણે પોતાના CM પદ પરથી રાજીનામું આપી દીધુ હતું.

જે બાદ બીજી વખત 6 જૂન,1980માં માધવસિંહ (Madhav Singh Solanki) ફરીથી મુખ્યમંત્રી બન્યા હતા. તે સમયે તેમણે 1985 સુધી પોતાનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ પૂરો કર્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં ઉદ્યોગ, શિક્ષણ, વીજળી, સિંચાઈ, પછાત વર્ગોના વિકાસ વગેરે ક્ષેત્રોમાં કામગીરી કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભામાં 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરનારા પ્રથમ મુખ્યમંત્રી બનનારા માધવસિંહ સોલંકીને (Madhav Singh Solanki) ફરીથી રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. જો કે 6 જુલાઈ, 1985ના રોજ તેમણે રાજીનામું આપી દીધૂ હતું.

10 ડિસેમ્બર, 1989ના રોજ અમરસિંહ ચૌધરીએ રાજીનામું આપતા માધવસિંહ સોલંકીને (Madhav Singh Solanki) પુન:ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

જે બાદ ફેબ્રુઆરી-1990માં ગુજરાત વિધાનસભાની 8મીં ચૂંટણીમાં કોંગ્રેસે નિરાશાજનક પ્રદર્શન કરતા 182માંથી માત્ર 33 બેઠકો જ મળતા માધવસિંહ સોલંકીએ (Madhav Singh Solanki) માર્ચ-1990માં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધુ હતું.

માધવસિંહ સોલંકીએ રાજ્યમાં ઈસરોને જમીન આપી હતી અને તેમના શાસનકાળ દરમિયાન જ શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના લાવવામાં આવી હતી.

માધવસિંહ સોલંકી 1987થી બે વખત રાજ્યસભાના સાંસદ તરીકે પણ ચૂંટાયા અને કેન્દ્રમાં વિદેશ પ્રધાન પણ રહી ચૂક્યાં છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x