ગાંધીનગર

હેપ્પી યુથ ક્લબનો સંગીતમય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર :

ગાંધીનગરના સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યુથ ક્લબનો સંગીતમય સ્નેહ મિલન કાર્યક્રમ રવિવારે બપોરે કુડાસણ ખાતે મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો ખાતે યોજાયો હતો જેમાં હેપ્પી મ્યુઝિકલ ક્લબના સિંગર્સે ખૂબ જ કર્ણપ્રિય ગીતો પ્રસ્તુત કર્યા અને સૌને મોજ કરાવી હતી. આ સાથે કાર્યક્રમમાં વર્ષ ૨૦૨૧ માટે હેપ્પી યુથ ક્લબની કાર્યકારી સમિતિની જાહેરાત કરવામાં આવી હતી. ક‍ાર્યક્રમમાં હેપ્પી યુથ ક્લબના ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજ લોન્ચ કરવામાં આવ્યાં હતા જેમાં પેજ પર ગૃપની છેલ્લાં પાંચ વર્ષની કામગીરીની ઝલક ઉપલબ્ધ કરવામાં આવી છે.વકાર્યક્રમના સમાપને સૌઅે સાથે મળીને સ્વાદિષ્ટ તુવેર ટોઠાના નાસ્તાનો આનંદ ઉઠાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ કોવિડ-૧૯ની ગાઇડલાઇન મુજબ ફરજિયાત માસ્ક, સેનીટાઈઝર અને સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે મર્યાદિત સંખ્યામાં યોજાયો હતો.

#happy_youth_club_gandhinagar

@happyyouthgandhinagar

વર્ષ ૨૦૨૧ માટે હેપ્પી યુથ ક્લબ ની નવી કાર્યકારી સમિતિ આ મુજબ છે :

સમીર રામી – પ્રમુખ

વિશાલ થોરાત – સ્પોર્ટ્સ ક્લબ કો-અોર્ડિનેટર

કિરીટ અગ્રાવત – મ્યુઝિકલ ક્લબ કો-અોર્ડિનેટર

કારોબારી સભ્યો
૧. કિરીટ પારઘી
૨. અભિષેક શર્મા
૩. હર્ષ પ્રજાપતિ
૪. રાજદિપ બિહોલા
૫. શિવાંગ પટેલ
૬. અલ્કેશ ભાનુપ્રિય
૭. હિરેન ચૌહાણ

ગર્લ્સ કમિટી

૧.ભાવના રામી
૨.વિશાખા રાજપૂત
૩. મોસમ રાઠોડ
૪. ઉન્નતિ
૫. જયશ્રી પંડ્યા

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x