ગાંધીનગરગુજરાત

ગાંધીનગર: દલિતો સાર્વજનિક સ્મશાન ઉપયોગ કરે તો કાયદો વ્યવસ્થા બગડે!

ગાંધીનગર:
ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકામાં આવેલા વાસણા ચૌધરી ગામમાં 1 હજારથી વધારે સંખ્યામાં દલિતોની વસતી છે. પરંતુ જો કોઈનું અવસાન થાય તો તેની અંતિમ ક્રિયા માટે દલિતો પાસે ખાનગી માલિકીની દલિતની જમીનનો ઉપયોગ કરવા સીવાય કોઈ રસ્તો નથી. કારણકે ગામના સાર્વજનિક સ્મશાનનો ઉપયોગ દલિતો કરે તો ગામલોકો વચ્ચે ભાઈચારો ઘટે, કાયદો વ્યવસ્થા બગડે અને સુલેહનો ભંગ થાય તેના માટે જવાબદાર કોણ આ પ્રકારનો ઠરાવ તલાટીએ પ્રોસીડીંગ બૂકમાં પસાર કરેલો છે.
લોકોએ જરૂરિયાત હોવા છતા હક્કની લડાઈમાં સાથ છોડી દીધો
પશાભાઈ પરમાર નામના નિવૃત્ત સરકારી અધિકારી વાસણા ચૌધરી ગામના વતની છે. પશાભાઈનું કહેવું છે કે, નિવૃત્તિ પછી જ્યારે મે ગામમાં જવાનું શરું કર્યું ત્યારે ખબર પડી કે ગામના સાર્વજનિક સ્મશાનમાં દલિતોનો નિષેધ છે. દલિતોનું  સ્મશાન ગામના તળાવની ડૂબમાં છે. તેથી મે મારા સમાજ વતી ગામના સરપંચ, તલાટીથી લઈને તમામ જગ્યાએ રજૂઆત કરીને માંગ કરી કે દલિતોને સાર્વજનિક સ્મશાનનો ઉપયોગ કરવા આપો અથવાતો ડૂબમાં ગયેલા સ્મશાનને બદલે ગામમાં અન્ય જગ્યાએ સ્મશાન માટે જગ્યા આપો. પરંતુ મારી વાત અરજીઓ સ્વરુપે સરકારના ચોપડાઓમાં જ રહી ગઈ છે. આજે સ્થિતિ એવી છે કે, ગામલોકોના ભયથી મારા જ સમાજના લોકોએ જરૂરિયાત હોવા છતા હક્કની લડાઈમાં સાથ છોડી દીધો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *