Uncategorized

ટેસ્ટ સીરીઝ ન રમવાથી વિરાટને નુકશાન, વિલિયમ્સન પ્રથમ નંબરનો બેટ્સમેન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં ત્રીજી મેચ બાદ આઇસીસીએ મંગળવારે ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે. ભારતીય કેપ્ટન કોહલીને એક સ્થાનનું નુકશાન થયું છે. સ્ટીવ સ્મિથે તેને પછાડતા બીજો નંબર મેળવી લીધો છે. વિરાટ હવે ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. સારું પ્રદર્શન કરી રહેલ રન મશીન કીવી કેપ્ટન કેન વિલિયમસન પ્રથમ નંબરે અકબંધ છે. તે વિશ્વનો નંબર વન ટેસ્ટ બેટ્સમેન બની રહ્યો છે.ટોપ ત્રણમાં વિરાટ કોહલી સહિત ત્રણ ભારતીયોએ પોતાનું સ્થાન જાળવી રાખેલ છે. કાર્યકારી કેપ્ટન અજિંક્ય રહાણે એક સ્થાનના નુકશાન બાદ સાતમા ક્રમે છે તો ચેતેશ્વર પૂજારા બે નંબર આગળ વધતાં દસમા સ્થાનેથી આઠમા સ્થાને પહોંચી ગયો છે. શ્રેષ્ઠ ફોર્મમાં ચાલી રહેલ માર્નસ લાબુશેન ચોથા નંબર પર છે. ક્રિકેટથી દૂર ઘવાયેલ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પાંચમા ક્રમે છે. ગ્રોઇન ઈજાથી વાપસી કર્યા બાદ બાદ સિડની ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ફ્લોપ રહી ચૂકેલા ડેવિડ વોર્નર છેલ્લા સ્થાને આવ્યો છે. ન્યુઝીલેન્ડના હેનરી નિકોલ્સ ટોપ -10માં એન્ટ્રી મેળવનાર એકમાત્ર નવા બેટ્સમેન છે.ભારત સામે વર્તમાન સિરીઝમાં સારી બોલિંગ કરનાર પેસર પેટ કમિન્સ વિશ્વનો નંબર વન બોલર રહ્યો છે. ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ, ન્યુઝીલેન્ડના નીલ વેગનર, ટિમ સાઉદી બીજા, ત્રીજા અને ચોથા ક્રમાંકના પેસર છે. ખતરનાક બોલિંગથી ભારતીય બેટ્સમેનો માટે મુશ્કેલી બની ચૂકેલા જોશ હેઝલવુડે ત્રણ સ્થાનનો ફાયદો થયો છે, તે ટોપ-5 માં પહોંચી ચૂક્યો છે.સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને પેસાર જસપ્રીત બૂમરાહ છેલ્લા બે સ્થાને રહ્યા છે. બંને બોલરોને નુકશાન ઉઠાવવું પડ્યું છે. છઠ્ઠા ક્રમાંક પર કાગિસો રબાડા એકમાત્ર દક્ષિણ આફ્રિકાનો બોલર છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x