Uncategorized

શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં BRSની ડિગ્રી મેળવેલ વિદ્યાર્થીઓને B.A. સમકક્ષ ગણાશે.

રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલોમાં ચાલતી શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં BRSની ડિગ્રી મેળવેલ વિદ્યાર્થીઓને B.A સમકક્ષ ગણવામાં આવતાં નહોતાં. પરંતુ હવે આગામી ગ્રાન્ટેડ ભરતીમાં પણ BRSની ડિગ્રી ધરાવતા શિક્ષકોને B.A સમકક્ષ ગણવામાં આવશે. તે ઉપરાંત ગણિત અને વિજ્ઞાનના વિષયમાં BSC અને MSCની કેટલીક શાખાઓને માન્ય ગણવામાં આવતી નહોતી. જ્યારે હવે આ વિષય માટે BSC અને MSCની કોઈપણ શાખાનો વિદ્યાર્થી અરજી કરી શકશે.રાજ્યમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પૈકી જે માધ્યમમાં ટાટની પરીક્ષા પાસ કરી હશે તે માધ્યમની ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં જ શિક્ષક તરીકેની નિમણૂંક મેળવવા માટે પાત્ર ઠરશે. કૃષિ અને ઉત્તર બુનિયાદી માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક તરીકે નિમણૂંક માટેની ટાટની પરીક્ષા માત્ર ગુજરાતી માધ્યમમાં જ યોજવામાં આવશે.રાજ્યમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પૈકી જે માધ્યમમાં ટાટની પરીક્ષા પાસ કરી હશે તે માધ્યમની ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં જ શિક્ષક તરીકેની નિમણૂંક મેળવવા માટે પાત્ર ઠરશે. કૃષિ અને ઉત્તર બુનિયાદી માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક તરીકે નિમણૂંક માટેની ટાટની પરીક્ષા માત્ર ગુજરાતી માધ્યમમાં જ યોજવામાં આવશે.ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી અંગેના નવા નિયમો ઘડવામાં આવ્યાં છે. વર્ષ 1976માં ધોરણ 11 અને 12 ઉચ્ચતર માધ્યમિક તરીકે અસ્તિત્વમાં આવ્યું તે સમયે તેના કોઈ નિયમો ઘડવામાં નહોતા આવ્યા. જેથી ઉચ્ચતર માધ્યમિકની ભરતી વખતે કોઈ ઉમેદવાર કોર્ટમાં જાય ત્યારે શિક્ષણ વિભાગને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડતી હતી. જેથી હવે 45 વર્ષ બાદ ધોરણ 11 અને 12ના માટેના નિયમો ઘડવામાં આવ્યાં છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x