20 જાન્યુઆરીએ બાઈડેનના શપથ ગ્રહણ દરમિયાન અમેરિકામાં હિંસા ફેલાવાનો ભય
રાષ્ટ્રપતિ ઇલેક્ટ જો બાઈડેન 20 જાન્યુઆરીના રોજ શપથ ગ્રહણ કરશે. આ શપથ ગ્રહણ સમારોહ પર હિંસા થવાનો ભય તોળાઈ રહ્યો છે. ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) મુજબ, ટ્રમ્પ સમર્થકો વોશિંગ્ટન ડીસી અને તમામ 50 રાજ્યોમાં હિંસા ફેલાવી શકે છે. જો કે , આ બાબતે રાષ્ટ્રીય રાજધાની એટલે કે વોશિંગ્ટન ડીસી અને રાજયોને એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે. મિલેટ્રીના નેશનલ ગાર્ડ્સઅને સ્પેશિયલ સિક્યોરિટી એજન્સીની ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે.
વોશિંગ્ટન ડીસીમાં નેશનલ ગાર્ડ્સ તૈનાત
અમેરિકાની રાજધાનીમાં ગુરુવારે જ સૈન્યની વિશેષ ટીમ, રાષ્ટ્રીય ગાર્ડ્સને તૈનાત કરવામાં આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોસંસદની અંદર અને બહાર હિંસા કરી હતી. જેમાં એક પોલીસ અધિકારી અને એક મહિલા સહિત કુલ પાંચ લોકો માર્યા ગયા હતા. તેથી, સુરક્ષા એજન્સીઓ20 જાન્યુઆરીના રોજ યોજાનાર શપથ ગ્રહણ પહેલાં તે કોઈ જોખમ લેવા માંગતી નથી. સામાન્ય રીતે શપથ ગ્રહણ સમારોહના દિવસે લાખો લોકો એકઠા થાય છે. પણ આ વખતે કોવિડ-19 ને કારણે આ સંખ્યા ખૂબ ઓછી હશે.
FBIનું એલર્ટ
જ્યોર્જિયામાં તોફાનીઓનો સામનો કરવા માટે સક્ષમ વિશેષ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. તેમની પાસે સ્પેશિયલ ટેક્ટિકલ રાઇફલ્સ છે. એબીસી ન્યૂઝનો એક રિપોર્ટના જણાવ્યા અનુસાર થોડા દિવસો પહેલા FBIને હિંસા અંગે ગુપ્ત માહિતી મળી હતી. આ પછી, તેને ફેડરલ કેપિટલ એટલે કે વોશિંગ્ટન ડી.સી. ઉપરાંત રાજ્ય સરકારોને પણ સતર્ક રહેવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. તપાસ એજન્સીઓ વોશિંગ્ટન ડીસીના કેટલાક વિસ્તારોને17થી 20 જાન્યુઆરી સુધી સીલ કરવાની તૈયારીઓ પણ કરી રહી છે. આ ક્ષેત્રોમાં હિંસા ફેલાવાની આશંકા વધુ છે.
ટ્રમ્પના સમર્થકો ભારે ગુસ્સામાં
અહેવાલ મુજબ, ટ્રમ્પને કાર્યકાળના આંટીમાં સમયમાં મહાભિયોગથી હટાવવાના પ્રસ્તાવથી તેમના સમર્થકોમાં ગુસ્સામાં છે. 8 જાન્યુઆરીએ FBIને જાણકારી મળી હતી કે ટ્રમ્પ સમર્થકોની એક જુથ હિંસા ફેલાવી શકે છે. રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે પ્રેસિડેન્ટ ઇલેક્ટ બાઈડેનની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. વાઇસ પ્રેસિડેન્ટ ઇલેક્ટ કમલા હેરિસ અને ગાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર નેંસી પેલોસી પર જોખમ હોવાનું જણાવવામાં આવ્યું છે. FBI કેટલાક શંકાસ્પદો પર નજર રાખી રહ્યું છે. 20 જાન્યુઆરી પહેલા તેમાના કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી શકે છે.