ગાંધીનગર

ફાયર સેફ્ટી મામલે ગાંધીનગરના 31 એકમોને તંત્રની આખરી નોટિસ સિસ્ટમ સુદ્રઢ કરો નહી તો તંત્ર દ્વારા કરાશે સીલ

ગાંધીનગર :

ગાંધીનગર મહાનગરપાલીકા વિસ્તારમાં ફાયર સેફટી મામલે કોર્પોરેશને લાલ આંખ કરી છે ત્યારે ૨ હોસ્પિટલ, ૧૧ વાણિજ્ય ઈમારતો, ૯ રહેણાંક ઈમારત, ૨ મોલ અને ૭ ઈન્ડસ્ટ્રીને અગાઉ ફાયર સેફટી નોટિસ આપવામાં આવ્યા બાદ પણ સિસ્ટમ સુદ્રઢ નહીં થતાં ફાયર વિભાગ દ્વારા તેમને આખરી નોટિસ આપવામાં આવી છે. જો આ નોટિસ બાદ પણ કોઈ કામગીરી નહીં કરે તો કોર્પોરેશન તંત્ર દ્વારા આ એકમોને સીલ કરવામાં આવનાર છે.

ગાંધીનગર શહેરમાં કોમર્શિયલ એકમોમાં ફાયર સેફટીનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ફાયર વિભાગ દ્વારા આ એકમોને ફાયર સેફટી સુદ્રઢ કરવા અને વિભાગ પાસેથી એનઓસી મેળવી લેવા માટે તાકીદ કરવામાં આવતી હતી પરંતુ આ એકમો દ્વારા આ નોટિસોને ઘોળીને પી જવામાં આવતી હતી. કોર્પોરેશને ફાયર સેફટી મામલે સે-૧૧ના પાંચથી વધુ કોમર્શિયલ એકમોને સીલ પણ કરી દીધા હતા જેના પગલે આ એકમો દ્વારા તાત્કાલિક ફાયર સેફટી સુદ્રઢ કરી દેવામાં આવી હતી. ત્યારે કોર્પોરેશને અન્ય એકમોને પણ ફાયર સેફટી મામલે નોટિસ ફટકારી હતી પરંતુ આ નોટીસ બાદ પણ એકમો દ્વારા ફાયર સેફટી ઉભી કરવામાં આવી નથી કે તંત્ર પાસેથી ફાયર સેફટી માંગવામાં આવી નથી. ત્યારે ગાંધીનગરમાં બે હોસ્પિટલ, ૧૧ વાણિજ્ય ઈમારત, ૯ રહેણાંક ઈમારત, ૨  મોલ અને ૭ ગોડાઉનને કોર્પોરેશન તંત્ર દ્વારા આખરી નોટીસ આપવામાં આવી છે. આ નોટીસ બાદ પણ જો એકમો ફાયર સેફટી વ્યવસ્થા સુદ્રઢ નહીં કરે તો એકમ સીલ કરવા સુધીના પગલાં ભરવામાં આવશે. આ ઉપરાંત ૩ર હોસ્પિટલ, ૩૦ જીમ, ૧૪ બેંક, ૧ર કલાસીસ લાયબ્રેરી, ૨ મોલ અને ૧૩ ઈન્ડસ્ટ્રી ગોડાઉનને ફાયર સેફટી મામલે બીજી નોટીસ આપવામાં આવી છે. આ નોટિસ બાદ ફાયર સેફટી સુદ્રઢ નહીં કરે તો તેમને આખરી નોટિસ ઈસ્યુ કરવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x