સેન્સેક્સ 393 અંક વધી 49,792 પર બંધ, IT અને ઓટો શેરમાં ભારે ખરીદી
સપ્તાહની ધીમી શરૂઆત પછી માર્કેટમાં ભારે વધારો નોંધાયો. બુધવારે સેન્સેક્સ અને નિફ્ટીએ કારોબાર દરમિયાન વધારાનો નવો રેકોર્ડ બનાવ્યો. છેલ્લે, સેન્સેક્સ 393.83 અંકના વધારા સાથે 49,792.12 પર બંધ થયો છે, જેમાં ટેક મહિન્દ્રા અને મારુતિના શેર ટોપ ગેઇનર રહ્યા. બન્નેના શેર 2-2%થી વધુના વધારા સાથે બંધ રહ્યા છે. ઓવરઓલ તેજીમાં ઓટો અને IT શેર સૌથી આગળ રહ્યા.
BSE પર 3,175 શેરમાં કારોબાર થયો, જેમાં 1,587 વધારા અને 1,426 ઘટાડા સાથે બંધ થયો, એટલે કે 50% શેરમાં તેજી રહી. ચારેય બાજુ તેજીને કારણે લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 197.57 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
બજારમાં તેજીનાં કારણો
- બજારમાં વિદેશી રોકાણ સતત ચાલુ છે. NSDLના જણાવ્યા પ્રમાણે, સંસ્થાગત રોકાણકારોએ(FII) 20,236 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું.
- અમેરિકામાં 20 જાન્યુઆરીથી જો બાઈડન રાષ્ટ્રપતિ તરીકે પોતાનો કાર્યકાળ શરૂ કરશે. રોકાણકારોને આશા છે કે બાઈડન પ્રશાસન નવી રાહતને ઝડપથી મંજૂરી આપશે.
- બજારના મુખ્ય શેરોમાં તેજી રહી, જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસિસ, TCS સહિત HDFCના શેરમાં વધારો નોંધાયો.
નિફ્ટી પણ 14,600ને પાર પહોંચ્યો
આ રીતે નિફ્ટી પણ 123.55 અંક પર 14,644.70 પર બંધ થયો છે. ઈન્ડેક્સમાં ટાટા મોટર્સનો શેર 6% પર બંધ થયો છે. અદાણી પોર્ટના શેર પર કન્શેસન એગ્રીમેન્ટના સમાચારોની અસર રહી. શેર 4.40% ઉપર બંધ થયો છે. આ રીતે વિપ્રોના શેરમાં 3.40%નો વધારો રહ્યો. સાથે જ પાવર ગ્રિડનો શેર 2.10% નીચે બંધ થયો છે. આ રીતે શ્રી સીમેન્ટ, NTPC અને ગેલના શેરમાં 1-1%થી વધુનો ઘટાડો થયો.
2021નો બીજો IPO આજથી ખૂલ્યો
પેન્ટ્સ સેક્ટરની કંપની ઈન્ડિગો પેન્ટ્સનો IPO આજથી ખૂલ્યો. કંપની આના દ્વારા 1,176 કરોડ રૂપિયાનું લક્ષ્ય રાખ્યું છે. ઈન્ડિગો પેન્ટ્સમાં સિકોઈયા કેપિટલની મોટી ભાગીદારી છે. કંપની 300 કરોડ રૂપિયા માટે શેર જાહેર કરશે. ઓફર ફોર સેલ(OFS) દ્વારા 58.40 લાખ શેર જાહેર કરાશે, જેની પ્રાઈઝ બેન્ડ 1,488-1490 રૂપિયા નક્કી કરાઈ છે. આ પહેલાં 19 જાન્યુઆરીએ કંપનીએ 25 એન્કર રોકાણકારો પાસેથી 347.9 કરોડ રૂપિયા એકઠા કર્યા. ઈન્ડિગો પેન્ટ્સના આ IPOનું મેનેજમેન્ટ કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, એડલવાઈઝ ફાઈનાન્શિયલ સર્વિસીઝ અને ICIC સિક્યોરિટીઝ કરશે.