LOCKDOWN દરમિયાન શાળા પ્રવેશથી વંચિત રહેનારા વિદ્યાર્થીઓ માટે આવ્યો મહત્વપૂર્ણ નિર્ણય
2020નું વર્ષ બહુ જ ખરાબ રીતે વીત્યું હતું. કોરોના જેવી મહામારીને લઈને લોકડાઉન (LOCK DOWN) જાહેર કરવામાં આવ્યું હતું. ઘણા બાળકો 2020 દરમિયાન ભણતરથી વંચિત રહયા છે. તો સરકારે આ બાળકોનો અભ્યાસ ના બગડે તે માટે ઓનલાઇન (ONLINE) શિક્ષણ ચાલુ કરાવ્યું હતું. આમ છતાં પણ ઘણા વિધાર્થીઓ (STUDENTS) શાળા પ્રવેશથી વંચિત રહી ચુક્યા છે.
આ વચ્ચે સરકાર દ્વારા વિધાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યા છે. લોકડાઉનમાં શાળા પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓ ચાલુ સત્રમાં પ્રવેશ લઈ શકશે. ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ 30 જાન્યુઆરી સુધી લઈ શકશે પ્રવેશ. સ્થળાંતરને લઈને પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થી માટે સરકારનો મહત્વનો નિર્ણય લીધો છે. જિલ્લા શિક્ષણ અધિકારીની મંજૂરી મેળવીને શાળામાં પ્રવેશ લઇ શકે છે.