રાજ્યમાં ધોરણ 9 અને 11ના વર્ગો 1 ફેબ્રુઆરી થી થશે શરૂ
અમદાવાદ :
ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ચાલુ મહિનાની 11મી તારીખથી ધોરણ 10 અને 12માનું શિક્ષણકાર્ય કરી દેવામાં આવ્યુ છે. ખૂબ જ સંતોષકારક રીતે બાળકોની હાજરી જોવા મળી રહી છે. વાલીઓએ પણ મોટી સંખ્યામા સંમતિપત્રક આપ્યા છે. લગભગ ધોરણ 10 અને 12માનું શિક્ષણકાર્ય ધો-10 અને ધો-12નું શિક્ષણ કાર્ય સામાન્ય સ્થિતિમાં ચાલી રહ્યું છે. તમામ એશોસિએશન આ સંતોષ કારક સ્થિતિ વચ્ચે નિર્ણય લેવામાં આવ્યું છે કે પ્રથમ ફેબ્રુઆરીથી ધો-9 અને ધો 11નું શિક્ષણ કાર્ય શરૂ થશે.
11 જાન્યુઆરીથી ધોરણ 11 અને 12નું શિક્ષણકાર્ય ચાલુ કરી દેવામાં આવ્યું છે. વાલીઓએ સંમતિપત્રક આપતાં બાળકોની હાજરીમાં સતત વધારો થઈ રહ્યો છે. લગભગ ધોરણ 10 અને 12નું શિક્ષણકાર્ય પૂર્વવત સામાન્ય સ્થિતિમાં ચાલતુ હોય તેમ થઈ ગયું છે. તમામ એસઓપીનું પાલન કરવામાં આવ્યું છે.
આ સંતોષકારક સ્થિતિ જોતાં આજની મુખ્યમંત્રી સાથેની મળેલી કેબિનેટમાં નિર્ણય લેવાયો છે કે 23 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11નું શિક્ષણકાર્ય ચાલુ થશે. શિક્ષણ વિભાગ દ્વારા જે ઠરાવ અને સૂચનો કરવામાં આવ્યા એસઓપી જાહેર કરી તે તમામ એસઓપીનું પાલન 23 ફેબ્રુઆરીથી ચાલુ થતા શિક્ષણકાર્યમાં પણ લાગુ કરવામાં આવશે.
તમામ એસઓપીનું પાલન 23 ફેબ્રુઆરીથી ચાલુ થતા શિક્ષણકાર્યમાં પણ લાગુ કરવામાં આવશે
ટ્યુશન ક્લાસમાં પણ શૈક્ષણિક કાર્યની એસઓપીનું પાલન કરવામાં આવશે. સ્કૂલોમાં પણ 9થી 12 ના વર્ગો ચાલુ કર્યા તેમ ટ્યુશનમાં પણ આ રીતે વર્ગો ચાલુ કરી શકાશે. કોલેજમાં બહારથી આવતા અને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીનું પ્રમાણ 15 ટકા જેટલું હોય છે. ક્યાંક ક્યાંક હોસ્ટેલોમાં કોવિડના સેન્ટરો ચાલુ કર્યા હતા.
આ સંપૂર્ણ સ્થિતિની ચકાસણી અને અભ્યાસ કરવા માટે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના સચિવો આ હોસ્ટેલની સ્થિતિની ચકાસણી કર્યા પછી રિપોર્ટ આપશે એટલે ઉચ્ચ શિક્ષણનું કાર્ય પણ હવે પછી તારીખ જાહેર કરાયા બાદ ચાલુ કરવામાં આવશે.