ગાંધીનગરગુજરાત

ટોપી નહિ તો વંદન નહિ: ગુજરાત વિદ્યાપીઠમાં શિક્ષકને ધ્વજવંદન કાર્યક્રમમાંથી બહાર કરાયો

૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની આખાય ભારત દેશમાં ઉજવણી કરવામાં આવી. ૨૬ જાન્યુઆરીને ગણતંત્ર દિન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રસંગની દેશ ભરમાં કોરોનાને ધ્યાનમાં લઇ વિદ્યાર્થીઓ વગર જ આ વખતે ઉજવણી કરવામાં આવી હતી. આજ રીતે મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ સાદરા ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી. મળેલી માહિતી અનુસાર વિદ્યાપીઠમાં એક એવી ઘટના બની જેને લઇ ત્યાના શિક્ષકોમાં નારાજગી જોવા મળી હતી. ઘટના એવી હતી કે વિદ્યાપીઠમાં ધ્વજવંદન સમયે એક શિક્ષક જે હાલ પોતાની સેવા સંસ્થામાં આપી રહ્યા છે તેમને ટોપી પહેરી ન હતી તેથી સંસ્થાના સંયોજક દ્વારા તે શિક્ષણને ધ્વજવંદન કાર્યક્રમમાંથી બહાર કરવામાં આવ્યા હતા.
જેથી તે શિક્ષકનો ત્રિરંગાને સલામ એટલે કે વંદન કરવાનો હક ક્યાંક ને ક્યાંક છીનવાયો હોય તેવી ચર્ચા એ જોર પકડ્યું છે. આ ઘટનાને સોશિયલ મીડિયાના માધ્યમથી એક શિક્ષક દ્વારા રજુ કરાતા આ આખીય ઘટના પ્રકાશમાં આવી હતી. માત્ર ટોપી ન પહેરવાના કારણે ધ્વજ વંદન ન કરવા દેવાય એવો કોઈ કાયદો હોય તો વિદ્યાપીઠના બીજા કેંદ્રોમાં પણ તેનું ચુસ્તપણે અમલ થવું જોઈએ. વિદ્યાપીઠનું તંત્ર આ મામલે કોઈ એક્શન લેશે કે નહિ એ જોવાનું જ રહ્યું. સોશિય મીડિયામાં આ ઘટના પ્રકાશમાં આવતા સલાહ સૂચનનો દૌર શરુ થઇ ગયો હતો. કેટલાકે આ ઘટનાને મળીને સુલટાવવાનું યોગ્ય ગણાવ્યું હતું તો કેટલાકે જવાબદાર સામે પગલા લેવાની વાત કરી હતી. હવે બાપુના આદર્શો પર ચાલતી ગુજરાત વિદ્યાપીઠનું તંત્ર આ મામલે કોઈ એક્શન લેશે કે નહિ તે જોવાનું જ રહ્યું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x