LAC પર સમજૂતી થઈ, પેંગોંગથી ચીની સેના પીછે હટ કરશે; ભારતે કઈજ ગુમાવ્યું નથી
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, બારતે સ્પષ્ટ કર્યું છે કે, LAC પર ફેરફાર કરવામાં ન આવે અને બંને દેશની સેનાઓ તેમની તેમની જગ્યાએ પહોંચી જાય. અમે અમારી એક ઈંચની જગ્યા પણ કોઈને નહીં લેવા દઈએ. રાજસ્થાને જાહેરાત કરી છે કે, પેંગોંગની નોર્થ અને સાઉથ બેન્કો વિશે બંને દેશો વિશે સમજૂતી થઈ છે કે સેના પાછળ હટશે. ચીન પેંગોંગ ફિંગર 8 પછી જ તેમની સેના રાખશે.
ચીન વિવાદ પર સંસદમાં રાજનાથ સિંહનું નિવેદન
કેન્દ્રીય રક્ષા મત્રી રાજનાથ સિંહ ભારત-ચીન વિવાદ વિશે ગુરુવારે સંસદમાં નિવેદન આપી રહ્યા છે. થોડા દિવસ પહેલાં એવી માહિતી સામે આવી હતી કે, પેંગોંગ ઝીલ પાસે બંને દેશની સેનાઓએ તેમના સૈનિકો પરત બોલાવાની શરૂઆત કરી દીધી છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, ચીન દ્વારા ગયા વર્ષે મોટી સંખ્યામાં દારૂગોળા ભેગા કર્યા છે. અમારી સેનાએ ચીન વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરી છે. સપ્ટેમ્બરથી બંને પક્ષો એક બીજા સાથે વાતચીત કરી રહ્યા છે. LAC પર યોગ્ય સ્થિતિ જાળવી રાખવી જ અમારું લક્ષ્ય છે. રક્ષામંત્રીએ કહ્યું, ચીને 1962ના સમયમાં ઘણાં હિસ્સા પર કબજો કર્યો છે. ભારતે ચીનની બોર્ડરની સ્થિતિના કારણે બંને દેશોના સંબંધો પર અસર થવાની વાત કરી છે.