યુરોપની સૌથી ઉંમરલાયક મહિલા સિસ્ટર આન્દ્રે કોરોના હરાવી 117મો જન્મદિવસ ઉજવ્યો
યુરોપની સૌથી ઉંમરલાયક મહિલા સિસ્ટર આન્દ્રેએ 116 વર્ષની ઉંમરે કોરોના હરાવ્યો છે. કોવિડ-19ને હરાવનારા આ દુનિયાના બીજા નંબરના સૌથી ઉંમરલાયક મહિલા છે. 1904માં જન્મેલા આન્દ્રે ગયા મહિને કેર હોમમાં કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા, પરંતુ તેમનામાં કોરોનાના કોઈ લક્ષણ નહોતા. આન્દ્રેએ કહ્યું, ‘મને ક્યારેય એવું લાગ્યું જ નહિ કે હું કોરોના પોઝિટિવ છું.’ આન્દ્રે આંખે જોઈ શકતા નથી. તેઓ વ્હીલ ચેરથી તેમનું કામ કરે છે. આન્દ્રેને કોરોના વાઇરસથી ડર લાગતો નથી કારણકે તેમને મૃત્યુની કોઇ બીક નથી.આન્દ્રેનો જન્મ 11 ફેબ્રુઆરી, 1904ના રોજ થયો હતો. 1944માં તેમણે કેથલિક ચેરિટેબલ ઓર્ડર જોઈન કર્યું હતું. કેર હોમનાં કમ્યુનિકેશન મેનેજરે કહ્યું, આન્દ્રે કોરોનાની ઝપેટમાં આવ્યા છતાં પણ તેમની હેલ્થ પર ઓછું અને ડેઇલી રૂટિન પર વધારે ધ્યાન આપતા હતા. તેમણે મારી સાથે ક્યારેય સ્વાસ્થ્ય સંબંધિત વાત નથી કરી પણ રૂટિન વિશે વાતો કરતા રહે છે. આન્દ્રે ઘણા શાંત સ્વભાવના છે. કોરોનાને હરાવ્યા પછી તેમણે 117મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો.