રાજ્યમા આરોગ્ય વિભાગમાં કૌભાંડનો રાફડો ફાટયો, ખરીદીમાં કર્યું મોટું કૌભાંડ
ધાનેરા :
પ્રાપ્ત મળતી વિગત અનુસાર રાજ્યના બનાસકાંઠામાં ડોકટર મનીષ ફેન્સી સામે કૌભાંડનો મોટો આક્ષેપ લગાવામાં આવ્યો છે. જેમાં તાલુકા હેલ્થ કેચરીની ખરીદીમાં મોટુ કૌભાંડ કરાયું હોવાનું સામે આવ્યું છે.
GEMના આઇ.ડી પાસવર્ડ પોતાની પાસે લઇને તાલુકા હેલ્થ કચેરીની ખરીદીમાં ડોકટર મનીષ ફેન્સીએ મોટુ કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ લગાવામાં આવ્યો છે. જો કે આ અંગે મળતા અહેવાલ મુજબ જો કોઇ અધિકારી આઇડી-પાસવર્ડ ના આપે તો મનીષ ફેન્સી દ્વારા તેને માનસિક હેરાન-પરેશાન કરવામાં આવતો હોવાની વાત બહાર આવી છે.
જો કે સૂત્રોને મળતી માહિતી મુજબ કોરોનામાં જરૂરિયાત વિના ડો. ફેન્સીએ કૌભાંડ કરવા માટે ખરીદી કરી. જેમાં ગાયનેક ડોકટરો પાસેથી સોનાગ્રાફી બાબતે પૈસાનું ઉઘરાણું કરાવતો હતો.
ડો. મનીષ ફેન્સીએ ટેન્ડર વિના એક જ કંપની પાસેથી વારંવાર ખરીદી કરી કૌભાંડ આચર્યું હતું. મનીષ ફેન્સીની કરતૂતોથી ત્રાસી ગયેલા કર્મચારીએ ભાંડો ફોડ્યો. મનીષ ફેન્સી બનાસકાંઠાના જિલ્લા આરોગ્ય અધિકારી હતા. ધાનેરાના મેડિકલ ઓફિસરે આરોગ્ય કમિશનરને આ અંગેની ફરિયાદ કરી છે