Uncategorized

યુનિ.ની પરીક્ષાના પરિણામમાં થતા વિલંબથી વિદ્યાર્થીઓ મુંઝવણમાં

ભાવનગર :

એમ.કે.બી.યુ. દ્વારા લેવાતી પરીક્ષાના પરિણામો નિયત સમય મર્યાદામાં જાહેર નહી કરાતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાય છે તો બી.કોમ.-૫ના પરિણામમાં મોટો વર્ગ ફેઇલ થયો હોય તેની ફેર તપાસ કરવા કોર્ટ સભ્ય દ્વારા માગણી કરાઇ છે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી દ્વારા લેવામાં આવેલ પરીક્ષાઓના પરિણામોમાં વિલંબ તથા બી.કોમ સેમ.૫નાં પરિણામ બાબતે કોર્ટ સભ્ય બ્રિજરાજસિંહ ગોહિલ દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. એમ.કે ભાવનગર યુનિવસટી દ્વારા ડિસેમ્બર-૨૦૨૦માં વિવિધ ફેકલ્ટીની સેમ.૩,૫ તથા માસ્ટરની સેમ.૩ની પરીક્ષાઓ લેવામાં આવી હતી.જેમાંથી બી.એ. સેમ.૩, બીબીએ સેમ.૫, બીસીએ સેમ.૩, બી.કોમ. સેમ ૩ બી.એડ. સેમ-૩, બી.એસસી. સેમ.૩,૫, બી.આર.એસ. સેમ.૩,૫, એમ.એસ.ડબલ્યુ. સેમ.૩, એમ.ઇ.ડી. સેમ.૩, જેવા વિવિધ પરિણામો ૭૦ દિવસો જેટલો એટલે કે બે મહિનાથી પણ વધુ સમય વીતી ચુક્યા છતાં જાહેર થયેલ નથી જેને પરિણામે વિધાર્થીઓના પૂર્વ આયોજનમાં હાલાકી ભોગવવી પડી રહી છે.

વિદ્યાર્થીઓના પરિણામ જાહેર થયા બાદ રી-એસેસમેન્ટ થતું હોય છે જેનું પરિણામ એ રી-એસેસમેન્ટનાં ૪૫ દિવસ સુધીમાં આપવાનો નિયમ છે. મુખ્ય પરિણામ મોડું આવવાના પરિણામે પૂર્ણ સાયકલને ખલેલ પહોચે છે. જેથી તે પરીક્ષાની એ.ટી.કે.ટીની પરીક્ષા આપવાના સમય સુધી રી-એસેસમેન્ટનાં પરિણામ જાહેર ન થઇ શકતા હોવાથી વિદ્યાર્થીઓએ બેવડું માનસિક તેમજ ફીનું ભારણ ભરવું પડે છે અને એ.ટી.કે.ટીની પરીક્ષાઓ પણ આપવી પડે છે તથા ત્યાર બાદ પણ જો વિદ્યાર્થીઓ રી-એસેસમેન્ટમાં પાસ થાય તો ફી-રીફંડ માટે પરીક્ષા ફી રી-ફંડ અને પરીક્ષા ફોર્મ કેન્સલ કરાવવા હેરાન થવું પડે છે. વિદ્યાર્થીઓની પરીક્ષાના સમય સુચકતા જેટલી જરૂરી છે તેથી પણ વધુ મહત્વનું યોગ્ય સમય મર્યાદામાં પરીક્ષાનું પરિણામ જાહેર થવું જરૂરી છે.

હાલ જાહેર થયેલ બી.કોમ સેમ.૫નાં પરિણામમાં મેનેજમેન્ટ એકાઉન્ટ અને બિઝનેસ ઇકોનોમિક જેવા વિષયોમાં પ્રથમ હરોળનાં વિદ્યાર્થીઓનો ખુબ મોટા સમૂહ ફેઈલ જાહેર કરવામાં આવ્યો છે જે વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં એ.ટી.કે.ટી ન આવી તથા સારૂં લખેલ હોવા છતાં તેવા વિદ્યાર્થીઓને પણ ફેઈલ જાહેર કરવામાં આવ્યા છે જે પણ તપાસનો વિષય છે. યુનિવર્સીટી દ્વારા પણ આ પરિણામમાં ગ્રેસિંગ વગરનું પરિણામ જાહેર કરેલ પાછું ખેચવાનુ અપલોડ કરવાની બાબત બનવા પામી છે જેથી ફેર તપાસની માગ ઉઠી છે. યુનિવસટી દ્વારા પરિણામની ગંભીરતા સમજી તે અંગે યોગ્ય આયોજન કરવા અને તે મુજબ વ્યવસ્થા ઉભી કરવા કોર્ટ સભ્ય બ્રિજરાજસિંહ ગોહિલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

નેટની પરીક્ષા માટે એમઇડી તથા એમએસડબલ્યુનું પરિણામ જરૂરી

હાલ સરકારના શિક્ષણવિભાગ દ્વારા નેટની પરીક્ષાનું આયોજન છે જેમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૩-૩-૨૦૨૧ છે જેમાં હાલ અભ્યાસ કરતા માસ્ટરનાં સેમ.૩નાં વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકતા હોય છે તેમાં એમ.ઇ.ડી. સેમ-૩, તથા એમ.એસ.ડબલ્યુ. સેમ.૩નાં પરિણામ જાહેર ન થવાથી વિદ્યાર્થીઓ મળતો મહત્વનો ચાન્સ ગુમાવશે જેના માટે તે પરિણામોને પ્રાથમિક્તા આપી ઝડપી જાહેર કરવા અનુરોધ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x