ગાંધીનગરગુજરાત

વિધાનસભાના બજેટસત્રમાં પ્રવેશ માટે તમામને કોરોના ટેસ્ટ ફરજિયાત

ગાંધીનગર :
ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર આગામી પહેલી માર્ચથી શરૂ થઈ રહ્યું છે ત્યારે વિધાનસભામાં સરકારી કામકાજ માટે જતા અધિકારીઓ, ધારાસભ્યો તેમજ પત્રકારો સહિતના લોકો માટે રેપિડ અને એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યા છે, જેના માટે ગાંધીનગર સચિવાલય ખાતે ટેસ્ટ માટેનું સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં જે લોકોને ટેસ્ટ નેગેટિવ આવશે તે લોકોને જ વિધાનસભા ગૃહમાં પ્રવેશ આપવામાં આવશે. પ્રાપ્ત વિગતો પ્રમાણે, સંયુક્ત સચિવ ગૌરાંગ શાહની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે આગામી પહેલી માર્ચના રોજ ગુજરાત વિધાનસભાનું આઠમું બજેટસત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે કોરોના મહામારીને કારણે ગૃહમાં આવનારા અધિકારીઓ, ધારાસભ્યો, સાંસદો અને પત્રકારો સહિતના લોકો માટે રેપિડ એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે, જે લોકોનો ટેસ્ટ નેગેટિવ આવશે તે જ લોકોને વિધાનસભા ગૃહમાં પ્રવેશ આપવામાં આવશે. ટેસ્ટ માટે ગાંધીનગર સચિવાલય ખાતે ટેસ્ટ માટેનું એક સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે.
ગુજરાત વિધાનસભાનું સત્ર પહેલી માર્ચે મળશે, કોરોનાના કારણે પ્રેક્ષકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને પ્રેક્ષક-ગેલેરીમાં ધારાસભ્યોને આરામદાયક ખુરશીમાં બેસાડવાની વ્યવસ્થા કરાશે. આ ઉપરાંત સોશ્યિલ ડિસ્ટન્સિંગ સાથે ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા રહેશે.નાણામંત્રી તરીકે નીતિન પટેલ 9મી વખત બજેટ રજૂ કરશે. ગુજરાત વિધાનસભાના બજેટસત્રનો લઇને ગુજરાત રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે દરેક વિભાગની સમીક્ષાઓ શરૂ કરી દીધી છે, જેમાં નવી યોજનાઓ તેમજ ખર્ચની ફાળવણી જેવી બાબતો પર વિચારણા કરવામાં આવી રહી છે. વિધાનસભાનું બજેટસત્ર એક મહિના માટે મળે એવી સંભાવના છે .કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇને વિધાનસભા બજેટસત્ર દરમિયાન મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.
ગુજરાત વિધાનસભાના બજેટસત્રને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે કોરોનાની ગાઇડલાઇન્સનો સંપૂર્ણ અમલ કરવાની સાથે મળશે, જેમાં વિધાનસભા ગૃહની અંદર કેટલાક મહત્ત્વના ફેરફારો કરવામાં આવે એવી શક્યતા છે, જેમાં ગૃહની અંદરની હયાત જગ્યાનો ઉપયોગ કરવા તેમજ પ્રેક્ષક-ગેલેરીમાં વધુ આરામદાયક ખુરશી મૂકવાના વિકલ્પો પર વિચારણા ચાલી રહી છે. આગામી બજેટસત્ર દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઈન્સ ચુસ્તપણે પાલન કરવાની સાથે કેટલાક ફેરફાર માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં ગૃહની અંદરની બેઠક વ્યવસ્થાની સાથો થ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે થઈને પ્રેક્ષક-ગેલેરીમાં પણ ધારાસભ્યોને બેસાડવામાં આવસે. એના માટે કેટલાક સુધારા-વધારા કરવાની જરૂરિયાત ઊભી થઇ છે એને લઇને વિચારણા ચાલી રહી છે.
વિધાનસભાના બજેટસત્ર દરમિયાન ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા બદલાશે, જેમાં સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને ધારાસભ્યોની બેઠક વ્યવસ્થા વચ્ચે યોગ્ય અંતર જાળવવા એમાં ફેરફાર થશે. ગુજરાત વિધાનસભાના બજેટસત્ર દરમિયાન નાણામંત્રી નીતિનભાઈ પટેલ નવમી વખત બજેટ રજૂ કરશે. અત્યારસુધી સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ ભાજપના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના નામે છે, જેમણે 18 વખત બજેટ રજૂ કર્યું હતુ. નાણામંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા 2021-22નું બજેટ રજૂ કરીને પોતાનો રેકોર્ડ પોતે જ તોડશે. નીતિનભાઇ પટેલ દ્વારા અત્યારસુધીમાં બે વખત લેખાનુદાન અને છ વખત પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યાં છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x