શેરબજાર ગગડ્યુ : સેન્સેક્સમાં 2000 અંકનો કડાકો, નિફ્ટીમાં 568 અંકનો ઘટાડો
વિશ્વભરનાં શેરબજારોમાં ઘટાડાને કારણે ભારતીય શેરબજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. બપોરે 3.20 કલાકે સેન્સેક્સ 2000 અંક ઘટી 49039 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 585 અંક ઘટી 14529 પર કારોબાર કરી રહ્યો છે. શરૂઆતના કારોબારમાં ઈન્ડેક્સ 1100 અંક ઘટી દિવસના સૌથી નીચલા સ્તર 49,950.75એ પહોંચ્યો હતો. એને પગલે BSEની માર્કેટ કેપ લગભગ 3 લાખ કરોડ ઘટી છે.
સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI બેન્ક, HDFC, કોટક મહિન્દ્રા સહિતના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. એક્સિસ બેન્ક 3.85 ટકા ઘટી 741.15 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક 3.46 ટકા ઘટી 1071.35 પર કારોબાર કરી રહ્યો છે.
અમેરિકાનાં બજારોમાં ભારે વેચવાલીને કારણે શેરબજારોમાં ઘટાડો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 737 અંક નીચે 29430 પર છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 771 અંક નીચે 29303 પર કારોબાર કરી રહ્યો છે. આ રીતે ચીનના શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ, કોરિયાના કોસ્પી અને ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સમાં 2-2 ટકાનો ઘટાડો છે.
અમેરિકામાં બોન્ડ યીલ્ડ વધવા અને ટેક્નોલોજી શેરમાં વેચવાલીને કારણે પ્રમુખ ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયા. નેસ્ડેક ઈન્ડેક્સ 478 અંકના ઘટાડા સાથે 13,119 પર બંધ થયું હતું. આ રીતે ડાઉ જોન્સ 559 અંક અને S&P 500 ઈન્ડેક્સ 96 અંક નીચે બંધ થયા હતા.