રમતગમત

ભારતનાં એક ક્રિકેટ ઓલરાઉન્ડરે નિવૃત્તિ જાહેર કરી દીધી

અમદાવાદમાં ગતરોજ ઇંગ્લેન્ડ સામે ભારતે વિક્રમી જીત હાંસલ કરી છે. ત્યારે આજરોજ ભારતનાં એક ઓલરાઉન્ડરે નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ ક્રિકેટર બીજું કોઇ નહીં, પરંતુ યુસુફ પઠાણ છે.
યુસુફ પઠાણે ફેસબુક પર પોસ્ટ મૂકીને આ જાહેરાત કરી છે. તેમાં તેમણે તેમના પરિવાર, મિત્રો, ફેન્સ, ટીમ, કોચ અને દેશનો આભાર માન્યો છે. તેમણે જણાવ્યું કે બે વિશ્વ કપ જીતવા અને સચિન જેવા ખેલાડીને પોતાના ખભે ઉંચકવો એ સૌથી યાદગાર મોમેન્ટ છે.
આ સાથે જ તેમણે જણાવ્યું કે તેમણે આંતરરાષ્ટ્રીય ડેબ્યુ ધોનીનાં નેતૃત્વ હેઠળ, IPL ડેબ્યુ શેન વોર્નનાં નેતૃત્વ હેઠળ, રણજી ડેબ્યુ જેકબ માર્ટીનનાં હેઠળ કર્યુ હતું અને તેઓ તેમનો આભાર માને છે. સાથે જ તેમણે જણાવ્યું કે ક્રિકેટથી તેઓ ક્યારેય દૂર નહીં રહે અને રમત માટે તેમનું પેશન હંમેશા જીવંત રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x