ગુજરાત

પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા પરેશ ધાનાણીએ અમરેલી શહેરમાં બાઈક રેલી યોજી

અમરેલી :
અમરેલી જિલ્લામાં 28મી તારીખે યોજાનારી પાલિકા-પંચાયતની ચૂંટણી માટે હાલ અંતિમ તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ અમરેલી શહેરમાં જંગી બાઈક રેલી યોજી હતી.
અમરેલી જિલ્લામાં એક તરફ ભાજપનો પુરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. તો બીજી તરફ કૉંગ્રેસ તરફથી નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને કૉંગ્રેસના સ્થાનિક ધારાસભ્યો પ્રચાર કરી રહ્યા છે. અમરેલી શહેરમાં આજે વિપક્ષ નેતા પરેશ ધાનાણી પોતાનો ગઢ સાચવી રાખવા માટે અમરેલી શહેરમા પ્રવાસ શરૂ કર્યો છે.
આજે પ્રથમ બાઇક રેલી કાઢી જેમા વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ સ્કૂટર સાથે રેલી મા જોડાયા હતા. સમગ્ર અમરેલી શહેર ના વિવિધ મુખ્ય માર્ગો પર બાઇક રેલી કાઢી ભાજપ સામે આકરા પ્રહારો પણ કર્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x