ગાંધીનગરગુજરાત

કોંગ્રેસની સફળ “ જન વેદના પંચાયત ”

3dcebd72-ab10-4ffe-8d2a-86c586d17a14ગાંધીનગર

નોટબંધીના ૯૦ દિવસ કરતા વધુ દિવસ વિતી ગયા હોવા છતા પ્રજાની હાડમારી તથા હાલાકી ઓછી થઈ નથી. ઉપરાંત બોદી એવી મોદી સરકારની જનવિરોધી નીતિઓને પ્રજા સમક્ષ ઉજાગર કરવા કોંગ્રેસ ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ સમગ્ર દેશમાં “ જન વેદના સંમેલનો ” દ્વારા પ્રજાની વેદનાને વાચા આપી આંદોલન છેડયું છે. જેના ભાગરૂપે આણંદ મુકામે રાજય સ્તરના મળેલા જન વેદના સંમેલનમાં ગુજરાતના પ્રભારીશ્રી ગુરૂદાસ કામત,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠકો ઉપર જન વેદના સંમેલનો યોજવાની જાહેરાત કરી હતી. જે અન્વયે ગાંધીનગર જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો ઉપર આગામી ફેબ્રુઆરી માસમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા “ જન વેદના પંચાયતો ” યોજવાના ભાગરૂપે આજે ગણેશ પાર્ટી પ્લોટ,કલોલ ખાતે કલોલ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન વેદના પંચાયત સફળતાપૂર્વક યોજાઈ હતી. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી સૂર્યસિંહ ડાભી,પ્રદેશ ઉપપ્રમુખ ડૉ. જીતુભાઈ પટેલ,જિ.પં.પ્રમુખશ્રી રામાજી ઠાકોર,ધારાસભ્યશ્રી બળદેવજી ઠાકોર,તા.પં.પ્રમુખશ્રી કાંતિજી ઠાકોર,શહેર પ્રમુખશ્રી ધનજીભાઈ પરમાર અને ન.પા.વિપક્ષ નેતાશ્રી મયુરભાઈ બારોટે,ભરતભાઈ પટેલ,ધુળાજી ઠાકોર,હિતેન્દ્ર પટેલ,રશ્મિજી ઠાકોર,ગણપતજી ઠાકોર,સોમાજી ઠાકોર,જીતેન્દ્રસિંહ સોલંકી,શારદાબેન મકવાણા,મંદાબેન,ગીતાબા વિહોલ,નિખીલ સિંઘાનીયા,રવી રૂપાણી,પિનાકિન બ્રહ્મભટ્ટ,અશોક પરમાર વિગેરે આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

        જન વેદના પંચાયતો અંગે વધુ માહિતી આપતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી સૂર્યસિંહ ડાભી અને ધારાસભ્યશ્રી બળદેવજી ઠાકોર જણાવ્યું છે કે  ગણેશ પાર્ટી પ્લોટ,કલોલ ખાતે વિધાનસભા વિસ્તાર માટે “ જન વેદના પંચાયત ” યોજાય તે પહેલા આશ્ચર્યજનક કાર્યક્રમ આપતા નરેન્દ્ર મોદીના માસ્કવાળા વડાપ્રધાન પર ટામેટા ફેકી સરઘસાકારે પકડી લાવીને જન વેદના પંચાયતમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં અગાઉથી હાજર કલોલના પ્રજાજનોએ નકલી, જુઠ્ઠા, ફેકુ અને નિષ્ફળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રશ્નોની જડી વરસાવીને હુરીયો બોલાવ્યો હતો. આ તબક્કે નકલી નરેન્દ્ર મોદીએ એક પ્રશ્નોનનો જવાબ આપતા જણાવ્યું હતું કે “ દેશ જાય ખાડામાં પણ હુ તો મારૂ ધાર્યુ જ કરીશ અને પ્રજા પરેશાન હોય તો મારે શું ” આમ નોટબંધી અને સરકારની જન વિરોધી  નીતિઓને ઉપસ્થિત પ્રજાજનો સમક્ષ ઉજાગર કરવાનો કાર્યક્રમ આજ રોજ કલોલ ખાતે યોજીને સરકારની નિષ્ફળતાનો પર્દાફાશ કર્યો હતો. ઉપસ્થિત ૧૫૦૦ જેટલા આગેવાનો-કાર્યકરોએ ભારે સુત્રોચ્ચાર સાથે જન વેદના પંચાયતને સફળ બનાવી હતી. તેવું ગાંધીનગર  જિલ્લા કોંગ્રેસની અખબારી યાદીમાં જણાવાયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x