ગુજરાત યુનિ. દ્વારા 11 અને 12 માર્ચે ફરી ઓનલાઈન પરીક્ષા લેવાશે
જરાત યુનિ.દ્વારા ઓનલાઈન પરીક્ષાથી વંચિત રહેલા અને ન આપી શકનારા વિદ્યાર્થીઓ માટે ફેર પરીક્ષાનું આયોજન કરાયુ છે.જે 11મી અને 12મી માર્ચે યોજાશે. ગુજરાત યુનિ.દ્વારા બે તબક્કામાં યુજી-પીજીની વિવિધ સેમેસ્ટરની ઓનલાઈન પરીક્ષા લેવાઈ હતી.જેમાં ગત 13મી ફેબુ્રઆરીથી 19 ફેબુ્ર.દરમિયાન યોજાયેલી પ્રથમ તબક્કાની ઓનલાઈન પરીક્ષામાં ઘણા વિદ્યાર્થીઓ ટેકનિકલ ખામીને લીધે પરીક્ષા આપી શક્યા ન હતા.
13મી અને 14મી ફેબુ્રઆરીએ ઘણા વિદ્યાર્થીઓ લોગ ઈન ન થઈ શકતા અને અન્ય કારણોસર પરીક્ષા આપી શક્યા હતા.તો ઘણા વિદ્યાર્થીઓ સમયસર પ0 પ્રશ્નો સમય બગડવાને લીધે પુરા કરી શક્યા ન હતા. આવા વિદ્યાર્થીઓ માટે બી.કોમ, બીબીએ-બીસીએ,એમ.કોમ અને બી.એડ સેમેસ્ટર 3 અને પની પરીક્ષાઓ ફરી લેવામા આવનાર છે.
ગુજરાત યુનિ.દ્વારા આ ફેર પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે અને જે મુજબ 11 અને 12મી માર્ચે પરીક્ષા લેવાશે. જે પહેલા વિદ્યાર્થીએ 5થી7 માર્ચ દરમિયાન લોગ ઈન થઈને પરીક્ષા આપવા માટેની ઓનલાઈન સંમંતિ આપવાની રહેશે .જે વિદ્યાર્થીએ પરીક્ષા આપવા માટેની પસંદગી નહી આપે તેઓ પરીક્ષા નથી આપવા નથી માંગતા તેવુ માની લેવાશે. અગાઉ 13 ફેબુ્ર.થી લેવાયેલી ઓનલાઈન પરીક્ષામાં 28 હજાર જેટલા વિદ્યાર્થીઓ હતા તેમાંથી બેથીત્રણ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતા.
ગુજરાત યુનિ.નું કોન્વોકેશન 12મીએ : 50 હજારથી વધુ વિદ્યાર્થી
અમદાવાદ,ગુરૂવાર
ગુજરાત યુનિ.નો વાર્ષિક પદવીદાન સમારોહ 12મી માર્ચે યોજાનાર છે. ઓનલાઈન યોજવો કે ઓફલાઈન યોજવો તેની મથામણ વચ્ચે રેગ્યુલર જે રીતે યોજાય છે તે જ રીતે સેનેટ હોલમાં કોન્વોકેશન યોજાશે પરંતુ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ઓછી હાજરીમાં યોજવામા આવશે ગુજરાત યુનિ.નો કોન્વોકેશન દર વર્ષે ડિસેમ્બરથી જાન્યુઆરીમાં યોજાય છે પરંતુ આ વર્ષે કોરોનાને લીધે વિલંબ થયો છે.
યુનિ.દ્વારા કોન્વોકેશનની તારીખ હાલ નક્કી કરી દેવાઈ છે જે મુજબ 12મી માર્ચે એન્યુઅલ કોન્વોકેશન યોજાશે અને જેમાં 50 હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. કોરોનાને લીધે માત્ર ગોલ્ડ મેડાલિસ્ટ અને પારિતોષિક ધારક વિદ્યાર્થીઓને જ હાજર રખાશે.
રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજાનારા આ કોન્વોકેશનને લઈને હાલ યુનિ.દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે અને હાલ ઓફલાઈન રીતે જ કોન્વોકેશન યોજવાનું નક્કી કરાયુ છે પરંતુ જો છેલ્લી ઘડીએ કોરોનાને લઈને કાર્યક્રમ ઓનલાઈન કરવો પડે તો તે રીતની વ્યવસ્થા ગોઠવવા પણ તૈયારી કરવામા આવી છે.
ચીફ ગેસ્ટ તરીકે વર્લ્ડ કપ ચેમ્પિયનશિપમાં એર રાઈફલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ મેળવનાર યુનિ.ની જ વિદ્યાર્થિનીને બોલાવવાનું આયોજન કરાયુ હતુ પરંતુ છેલ્લી ઘડીએ કન્ફર્મ ન થતા હવે ચીફ ગેસ્ટ માટે અન્ય કેટલાક મહાનુભાવોને આમંત્રણ મોકલાયુ છે.