રાષ્ટ્રીય

કેન્દ્ર સરકારે શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળો માટે જાહેર કરી નવી કોરોના ગાઇડલાઇન

દેશ ભરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે, છેલ્લા ઘણા સમયથી સંક્રમિતોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, બીજીતરફ દેશના ઘણા રાજ્યોમાં પણ આ વાયરસનો ફૂંફાડો વધી રહ્યો છે. ત્યારે આ મામલે કેન્દ્રની મોદી સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. કેન્દ્ર સરકારે ગુરુવાર એટલે કે (4 માર્ચે) COVID-19ને રોકવા માટે એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં જૂની દિશા-નિર્દેશોને પણ શામેલ કરવામાં આવ્યા છે. આ ગાઈડલાઈન મોલ્સ, રેસ્ટોરેન્ટ અને ધાર્મિક સ્થળો જે સાર્વજનિક સ્થળો આવેલા છે, જેમાં કેન્દ્ર સરકારે નવી યાદી જાહેર કરી છે, જાહેર સ્થળો પર માસ્ક અનિવાર્ય કરવામાં આવ્યું છે.

રોસ્ટોરન્ટ માટેની ગાઈડલાઈન્સ

ડાઇન-ઇનને બદલે ટેકઅવેને પ્રોત્સાહિત કરો, કોવિડ સાવચેતીને પગલે યોગ્ય રીતે ફૂડ ડિલિવરી કરવામાં આવશે.

હોમ ડિલિવરી માટે પરવાનગી આપતા પહેલા હોમ ડિલિવરી સ્ટાફની થર્મલ સ્ક્રિનિંગ.

પાર્કિંગના સ્થળોમાં અને યોગ્ય જગ્યાઓએ યોગ્ય અંતર્ગત નિયમોને અનુસરતા જગ્યાની બહાર યોગ્ય ભીડનું સંચાલન.

પ્રવેશ માટે અને રેસ્ટોરન્ટની અંદર લાઈનો વખતે 6 ફૂટનું શારીરિક અંતર જાળવવું.

મોલ માટે સરકારની ગાઇડલાઇન્સ

સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે પર્યાપ્ત માનવબળ ઉભું કરવું

સૌથી વધુ જોખમ ધરાવતા તમામ કર્મચારીઓએ વધારાના તકેદારીના પગલાં લેવા

ફ્રન્ટ લાઈન વર્કર્સ હોવાથી તેમણે લોકોના સીધા સંપર્કમાં ન આવવું જોઈએ.

મુલાકાતીઓ, કર્મચારીઓ અને માલસામાન માટે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ જુદા જુદા રાખવા.

ધાર્મિક સ્થાનો માટેની માર્ગદર્શિકા:

પ્રવેશ પ્રક્રિયા માટે ફરજિયાત હાથની સ્વચ્છતા અને થર્મલ સ્ક્રિનિંગ.

ફક્ત એસિમ્પટમેટિક લોકોને જ મંજૂરી આપવામાં આવશે.

ફેસ માસ્ક વિનાના લોકોને મંજૂરી આપવામાં આવશે નહીં.

અગ્રણી સ્થળોએ કોરોનાવાયરસ વિશેના નિવારક પગલાં પ્રદર્શિત કરવા માટેના પોસ્ટરો

આ નવી ગાઇડલાઇન 1 માર્ચથી અમલી કરવામાં આવશે. સરકારે ધાર્મિક સ્થળો માટે સૂચનાઓ આપતા પ્રવેશ સમયે હાથ ધોવા કે સૅનેટાઇઝ કરવા અને થર્મલ સ્ક્રીનિંગ સહિતની વ્યવસ્થાઓ રાખવા કહ્યું છે. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે લક્ષણો વગરના લોકોને જ ધાર્મિક સ્થળ પરિસરમાં પ્રવેશની અનુમતિ આપવામાં આવે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x