ગુજરાત

અમદાવાદ : બર્ડફ્લૂનો પ્રથમ કેસ આવ્યો સામે, કલમ 144 લાગુ કરાઈ

અમદાવાદમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયો છે. સોલા વિસ્તારના દેવીપૂજક વાસના મરઘાંમાં બર્ડફ્લુ જોવા મળતા અહીંની આસપાસના એક કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કલમ-144 લાગુ કરતું જાહેરનામું કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આ સ્થળની એક કિલોમીટરથી 10 કિલોમીટર સુધી આવેલા વિસ્તારમાં પોલ્ટ્રીફાર્મ અને સંબંિધત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂકવામાં આવ્યા છે.

સોલાના દેવીપૂજક વાસને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે અને અહીંથી એક કિલોમીટરના વિસ્તારમાં આવતીકાલથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સંક્રમિત પક્ષીના પાણી, ખોરાક કે શ્વાસોશ્ચવાસના સંપર્કમાં આવતા પ્રાણીઓને પણ આ રોગ જલદીથી લાગુ પડે છે. અહીંના મરઘાંઓની વૈજ્ઞાાનિક ઢબે કતલ કરવામાં આવશે. ઇંડા, ખાદ્યપદાર્શ અને અગારનો પણ વૈજ્ઞાાનિક ઢબે નિકાલ કરી આ વિસ્તારને જંતુમુક્ત કરવામાં આવશે.

આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારના એક કિલોમીટરથી લઇ દસ કિલોમીટર સુધીના વિસ્તારમાં પોલ્ટ્રીફાર્મની પ્રવૃત્તિ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પોલ્ટ્રીફાર્મમાં અન્ય પક્ષીઓ ન આવે તેની વ્યવસ્થા કરવા આદેશ અપાયા છે તેમજ ખૂલ્લામાં મરઘાં વેચવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પોલ્ટ્રીફાર્મમાં કામ કરતા લોકોને પણ વિવિધ તકેદારી રાખવાની સૂચના જાહેરનામામાં આપવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x