કાર ચાલકે 8 રાહદારીઓને અડફેટે લીધા, એક યુવતીનું મોત
કલોલ
કલોલમાં શનિવારે મોડી સાંજે કાર ચાલકે આઠ રાહદારીઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘાયલ એક યુવતીનું મોત થયું છે જ્યારે અન્ય લોકોને નાની-મોટી ઈજા થઈ છે. અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ કાર ચાલકને માર માર્યા બાદ તોડફોડ કરીને કારને સુક્કા તળાવમાં ઘકેલી દીધી હતી.
ભગવાનદાસ મોતીરામ પટેલ (38 વર્ષ, રહે- રામનગર, કલોલ) નોંધાવેલી ફરિયાદ મુજબ જ્યોતેશ્વર મંદિર સામે આવેલા ત્રણ રસ્તા પાસે શનિવારે મોડી સાંજે GJ-18-AH-6849 નંબરની કારના ચાલકે નશાની હાલતમાં એકબાદ એક આઠ લોકોને અડફેટે લીધા હતા. કારને અડફેટે આવેલા લોકોમાં ફરિયાદની પત્ની થતા અન્ય 6 લોકોને નાની મોટી ઈજા થઈ હતી. જોકે, સુનિતા નામની એક 20 વર્ષીય યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.