ગાંધીનગર

રાજ્ય સરકારના મંત્રી હોવા છતાં ડ્રાઈવર-સુરક્ષાકર્મીના પગારમાં કટકીની ચર્ચા

ગાંધીનગર:
રાજ્યમાં સુશાસનના દાવાઓ વચ્ચે સરકારના (Government) મંત્રીનો કટકી કાંડ ચર્ચાના ચકડોળે ચડ્યો છે. ભાજપના ધારાસભ્ય (BJP MLA) અને રાજ્ય સરકારના મંત્રી (State Government Minister) આમ તો સાલસ સ્વભાવ માટે જાણીતા છે પણ હાલ તેઓ અલગ જ કારણથી ચર્ચામાં છે. આ મંત્રી, મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખના ખાસ હોવાનો દાવો કરતા રહ્યા છે. પોતાના વિસ્તારના કાર્યકરો અને આગેવાનો પાસે તેમણે અનેકવાર આવા દાવાઓ કર્યા છે. વિધાનસભાનું બજેટ (Assembly Budget) સત્ર ચાલી રહ્યું છે ત્યારે સરકારના જ આ મંત્રીના ડ્રાઈવર-સિક્યોરિટીના (Driver-Security) પગારમાં કટકી કાંડ ચર્ચાના ચગડોળે ચડ્યો છે.
વિધાનસભામાં ચાલતી ચર્ચા મુજબ આ મંત્રી પોતાના સુરક્ષકર્મીઓના પગારમાં પણ કટકી કરી જાય છે. એવું અગાઉ અનેક વખત સાંભળ્યું હશે કે ધારાસભ્યોની ગ્રાન્ટમાં ગોલમાલ કરવામાં આવી હોય કે તેમાં કટકી કરવામાં આવી હોય પણ આ તો પોતાના ડ્રાઈવર-સિક્યોરિટીના પગારમાં કટકી (Salary Cut) કરી રહ્યા છે. રાજ્ય સરકારના આ મંત્રી પાસે આમ તો રાજ્ય કક્ષાનો હવાલો છે પરંતુ તેનો “ભાવ” કેબિનેટ મંત્રી જેવો હોય છે. વિધાનસભામાં (Assembly) ચાલતી ચર્ચા મુજબ મંત્રીઓના ડ્રાઈવરને 18 હજાર જેટલો પગાર આપવામાં આવે છે પણ આ “ભાવ” ધરાવતા મંત્રી રૂ.18 હજારમાંથી રૂ.10 હજાર ઘરભેગા કરી રહ્યા છે.
આમ તો આ મંત્રીના વિસ્તારમાં ક્ષત્રિયો અને પાટીદારો વધારે રહે છે. ચર્ચા તો એ પણ છે કે ડ્રાઈવરનો પગાર અને ગાડીના ડીઝલના પૈસા વિસ્તારના લોકો પાસેથી એકઠા કરે છે અને ખર્ચ કરે છે. તેમ છતાં ડ્રાઈવરના પગારના 10 હજાર રૂપિયા પોતાના ઘરભેગા કરે છે. આ મંત્રી જ્યારે પણ કોઈપણ વિસ્તારના પ્રવાસે જાય ત્યારે સામાન્ય રીતે ડ્રાઈવર અને સુરક્ષકર્મીઓની રહેવાની વ્યવસ્થા મંત્રીની સાથે હોય છે પણ એનો હવાલો પણ તેઓ સ્થાનિક હોદ્દેદાર કે પછી ડ્રાઈવર-સુરક્ષાકર્મી પર નાખે છે. ચર્ચાઆ સાચી માનીએ તો આ મંત્રી પોતાના વિસ્તારમાં કામગીરી કરાવવાની હોય જેવી કે બાંકડા લગાવવા, કચરા પેટી આપવી કે અન્ય સહાય રૂપી કામગીરી કરવાની હોય તેમાં પણ ત્રણ ગણો ભાવ ભરીને એ રૂપિયા પણ ઘર ભેગા કરે છે.
ધારાસભ્યોની ગ્રાન્ટના રૂપિયા માંથી આ કામગીરી કરાવવાની હોય છે જેમાં નાણાં પણ લોકો સુધી નહીં પહોંચાડી ઘર ભેગા કરી લેવા કાયમ તતપર રહેતા હોય છે. સરકારી હોસ્પિટલમાં પોતાની ગ્રાંટ માંથી ઊંચા ભાવે સામાન્ય વસ્તુઓની ખરીદી કરાવી તેમના ‘વહીવટી અધિકારી’ પાસેથી મોટી કટકી કરી રહ્યાની ચર્ચાઓ તેમના જિલ્લાના સ્થાનિક આગેવાનો જાણે જ છે અને આ અંગે પક્ષ અને સરકાર માં પણ રજુઆત કરવામાં આવી હતી. આ મુદ્દો સરકાર ના અનેક મંત્રીઓ , નેતાઓ જાણે છે તેમ છતાં આ મામલે કોઇ સિનિયર નેતા ટકોર પણ નથી કરતા અને ડ્રાઈવરને પૂરતો પગાર નથી અપાવતા. સરકારના મંત્રીની આવી હરકતોથી સરકાર અને પક્ષની આબરૂ ખરડાઈ રહી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x