ગાંધીનગર

માત્ર ૨૩ વર્ષ ની ઉંમરે ૧ કરોડ થી વધુ પગાર ની ઓફર મેળવતી ગાંધીનગર ની ક્રિષ્ના ટાંક.

ગાંધીનગર :
પ્રમુખ ઓએસીસ ફલેટ, સરગાસણ, ગાંધીનગર ખાતે રહેતા અને પશુપાલન નિયામકશ્રીની વડીકચેરી ના ઓફીસ સુપ્રિન્ટેન્ડેન્ટ અને હાલમાં શ્રી નલિન ઉપાધ્યાય સાહેબ, આઇ. એ. એસ., સચિવશ્રી(સહકાર, પશુપાલન, ગૌસંવર્ધત અને મત્સ્યોધોગ), બ્લોક-૫, રજો માળ નવા સચિવાલય, ગાંધીનગર ના પર્સનલ આસીસ્ટન્ટ તરીકે ફરજો બજાવતા શ્રી મનીષકુમાર હિરજીભાઇ ટાંક તથા તોરલબેન મનીષકુમાર ટાંક(ગૃહીણી) ના સુપુત્રી ક્રિષ્ના મનીષભાઇ ટાંક કે જેઓનું પ્રાથમિક શિક્ષણ ધોરણ-૧ થી ૧૦ સુધી (વર્ષ ૨૦૦૩ થી ૨૦૧૩ સુધી) ગુજરાતી માધ્યમમાં જે. એમ. ચૌધરી સ્કુલ, સેકટર-૭માં (એસ.એસ.સી. માં ૯૯.૭૧ પરસન્ટાઇલ રેન્ક સાથે) અને ત્યાર બાદ હાયર સેકન્ડરી શિક્ષણ સાયન્સ પ્રવાહ(એ-ગ્રુપ)માં ધોરણ-૧૧-૧૨ (વર્ષ ૨૦૧૩થી ૨૦૧૫ સુધી) આરાધના વિધાવિહાર સ્કુલ, સેકટર-૨૮માં ગુજરાતી માધ્યમમાં (એચ.એસ.સી. માં ૮૫.૪૦ પરસન્ટાઇલ રેન્ક સાથે) અને ત્યાર બાદ એલ.ડી.આર.પી. કોલેજ, કડી યુનિવર્સિટી, સેકટર-૨૩માં કોમ્પયુટર એન્જીનીયરીંગ (વર્ષ ૨૦૧૫થી ૨૦૧૯ સુધી) ઓવરઓલ સી.જી.પી.એ. ૮.૦૫ સાથે પુર્ણ કરેલ. આમ સમગ્ર તેનો ધોરણ-૧ થી એન્જીનીયર ડીગ્રી સુધીનો અભ્યાસ ગાંધીનગર ખાતે જ પુર્ણ કરી ત્યારબાદ કેલિફોર્નીયા સ્ટેટ યુનિવર્સિટી, ઇસ્ટ બે, હેવાર્ડ સીટી, કેલિફોર્નીયા, યુ.એસ.એ. ખાતે (વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧ સુધી) માસ્ટર ઇન કોમ્પયુટર સાયન્સના અને તેમાં પણ સેમેસ્ટર-૧ થી ૩ માં ૪ જીપીએ માં થી દરેકમાં ૩ જીપીએ થી વધારે મેળવેલ છે. હાલમાં ૪થા સેમેસ્ટરમાં અભ્યાસ ચાલુ છે ફાયનલ પરીક્ષા માહે મે-૨૦૨૧માં લેવાનાર છે.
માહે મે-૨૦૨૦ માં પ્રોફે. Lenn Grew ના માર્ગદર્શન હેઠળ ટીમ મેમ્બર તરીકે કામ કરીને “First Person Video Activity Recognition Systems” નો મશીન લર્નીંગ વિષયમાં રીસર્ચ પેપર તૈયાર કરીને સોફવેટર બનાવેલ છે જે વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે.
આ સમય દરમિયાન માહે એપ્રીલ-૨૦૨૦ માં કેરીયર પાથ વે માં મશીન લર્નીંગ સાયન્ટીસ્ટ તરીકે યુનિવરસીટીમાં એમેઝોન કંપનીના સ્ટુડન્ટ એમ્બેસેડર તરીકેની પરીક્ષા સફળતાપુર્વક પાસ કરી એમેઝોન દ્વારા એવોર્ડ મેળવેલ હતો.
ત્યાર બાદ તાંજેતરમાં એમેઝોન કંપનીમાં તેની જરુરી પરીક્ષાઓ અને માત્ર ૩૦ મીનીટ નો જ ઇન્ટરવ્યુ આપી એમેઝોન કંપની દ્વારા વાર્ષિક ૧,૪૩,૧૦૦ USD (એક લાખ તેતાલીસ હજાર યુ. એસ. ડોલર) એટલે કે ભારતીય રુપિયામાં ૧,૦૪,૦૦૦,૦૦/-(એક કરોડ ચાર લાખ રુપિયા) તથા કંપની જોઇન્ટ કરતાની સાથેજ ૮૬,૦૦૦ USD (છયાંસી હજાર યુ. એસ. ડોલર) એટલેકે ભારતીય રુપિયામાં ૬૪,૦૦,૦૦૦/-(ચોંસઠ લાખ રુપિયા)ના એમેઝોન કંપનીના શેર પણ મળશે તેવા માતબર પેકેજ ઓફર કરવામાં આવતાં વિશ્વની ટોપ ૫(પાંચ) માંની એક એવી એમેઝોન કંપનીની આ ઓફર સ્વીકારી માહે મે-૨૦૨૧ માં અભ્યાસ પુર્ણ થતાં જ સોફટવેર ડેવલપમેન્ટ એન્જીનીયર તરીકે કંપની જોઇન કરી લેવાની ઓફર સ્વીકારી લીધેલ છે અને આમ માત્ર ૨૩ વર્ષની ઉંમરે ૧ કરોડ કરતાં પણ વધુ વાર્ષિક પગાર ઓફર મેળવી ગાંધીનગર સીટી નું નામ રોશન કરેલ છે અને ગાંધીનગર સીટીના વિધાર્થીઓ એક પ્રેરણા મળે તેવી કારકીર્દી આપબળે સખત મહેનત કરીને બનાવેલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x