ગાંધીનગર

મહાશિવરાત્રીના દિવસે પંચદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતા મંદિરના દરવાજા બંધ કરાયા.

ગાંધીનગર :

આજે મહાશિવરાત્રી નિમિત્તે મંદિરોમાં ઠેરઠેર શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા ત્યારે ગાંધીનગરના સેક્ટર 22 માં આવેલ સુપ્રસિદ્ધ પંચદેવ મંદિર માં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતા મંદિરના સંચાલકોએ કોરોના ની ગાઈડલાઈન ભંગ થતો હોવાથી એક સમય માટે મંદિરના દરવાજા બંધ કરી ભગવાનના દર્શન પર પણ રોક લગાવી દેવાની નોબત આવી હતી.

કોરોનાની મહામારી ના પગલે આ વર્ષે ધાર્મિક મેળાવડાઓ ઉપર રાજ્ય સરકારે પ્રતિબંધ બધા આવ્યો છે માર્ચ 2020 થી શરૂ થયેલો કોરોના કાળ ના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે ચૂંટણીટાણે રાજકીય મેળાવડાઓ પર નામ પૂરતો જ પ્રતિબંધ રહ્યો હતો. બીજી તરફ આજે 11મી માર્ચે મહાશિવરાત્રીના પર્વનાં પગલે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના ગાઇડલાઇન મુજબ જિલ્લાના તમામ મંદિરોમાં કોઈપણ પ્રકારે મેળા યોજી શકાશે નહીં તેવો આદેશ કરવામાં આવ્યો હતો . ત્યારે વર્ષોથી વાસણીયા મહાદેવ, ધોળેશ્વર મહાદેવ તેમજ પંચદેવ મંદિર એ ભરાતા મેળા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા. તેમ છતાં આજે ગાંધીનગરના સુપ્રસિધ્ધ પંચદેવ મંદિર ધીમે ધીમે ભક્તોની ભીડ એકઠી થવા માંડી હતી.

મંદિર પ્રશાસન દ્વારા કોરોનાની ગાઈડલાઈન મુજબ આયોજન કરવામા આવ્યું હોવા છતા દર વર્ષની જેમ આ વખતે પણ પાથરણાવાળા ફેરિયાઓ મંદિરની ચારે તરફ ગોઠવાઈ ગયા હતા. જેમ જેમ દિવસની શરૂઆત થતી ગઈ તેમ દર્શનાર્થીઓ ધીમે ધીમે મંદિરે મોટી સંખ્યામાં એકઠા થવા લાગ્યા હતા. ત્યારે પંચદેવ મંદિર દ્વારા ભક્તોને કોરોનાની ગાઈડલાઈન મુજબ મોઢા પર માસ્ક બાંધીને રાખો સેનેટાઈઝર નો ઉપયોગ તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખીને દર્શન કરવા જેવી સૂચનાઓ પણ અવારનવાર આપવામાં આવતી હતી.

જોકે મહાશિવરાત્રી ના પર્વ નિમિત્તે ભક્તો કોરોના ની ગાઈડલાઈન ભૂલીને મંદિર દર્શન માટે આવતા હતા તો વધુ પડતી ભીડ એક થી ન થઈ જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો તેમ છતાં એક તબક્કે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડતા મંદિર પ્રશાસનને મંદિરના દરવાજા બંધ કરીને દર્શન કરવા પર પાબંદી મૂકી દેવાની ફરજ પડી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x