મનોરંજન

Traditionalમાં ‘સુલ્તાન’ની GF લાગી નમણી નાર, લુલિયાએ કેટને કરી Avoid

mumbai 
17 ફેબ્રુઆરીના રોજ નીલ નિતિન મુકેશ તથા રૂકમણિ સહાયનું ભવ્ય વેડિંગ રિસેપ્શન યોજાઈ ગયું. આ રિસેપ્શનમાં બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર રહી હતી. જોકે, રિસેપ્શનમાં સલમાન ખાન છવાઈ ગયો હતો. આ સિવાય તેની બંને એક્સ અને હાલની ગર્લફ્રેન્ડ પણ રિસેપ્શનમાં સેન્ટર ઓફ એટ્રેક્શન બની હતી.
એકબીજા સામે આવવાનું ટાળ્યું:
રિસેપ્શનમાં સૌ પહેલાં લુલિયા વન્તુર આવી હતી. લુલિયા સલમાનની રેન્જ રોવર કારમાં એકલી જ આવી હતી. બ્લેક ટ્રેડિશનલ આઉટફિટમાં લુલિયા ઘણી જ સુંદર લાગતી હતી. રિસેપ્શનમાં લુલિયા અડધો કલાક સુધી રોકાઈ હતી અને તમામ મહેમાનો સાથે વાત કરી હતી. લુલિયા હોટલમાંથી બહાર નીકળી પછી તરત જ કેટરિનાની એન્ટ્રી થઈ હતી. કેટરિના સાડીમાં ગોર્જીયસ લાગતી હતી. નવાઈની વાત એ છે કે લુલિયા તથા કેટરિના જાણી જોઈને એકબીજા સામે આવ્યા નહોતા કે આ માત્ર સંજોગ હતો!!!
એક વાગે આવ્યો સલમાનઃ
સલમાન ખાન રિસેપ્શનમાં રાતના એક વાગ્યે આવ્યો હતો. સલમાન પોતાની હાલની પ્રેમિકા લુલિયા કે પછી પૂર્વ પ્રેમિકા કેટરિના કોઈને મળ્યો નહોતો. સલમાન જેવો રિસેપ્શન વેન્યૂમાં એન્ટર થયો એટલે નીલ તથા નિતિન મુકેશ તેને રીસિવ કરવા ગયા હતાં. સલમાન બંનેને ગળે મળ્યો હતો અને પછી હોટલની અંદર જતો રહ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x