કચ્છને બદનામ કરવાના કોંગ્રેસના હીન પ્રયાસ: CM વિજય રૂપાણી
ગાંધીનગરઃ
અંબાજી ખાતે ભાજપની આદિવાસી ગૌરવ વિકાસ યાત્રાનું સમાપન થયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જનતા જનાર્દનના દર્શન કરીને તેમના સુખ-દુખ પુછીને નિરાકરણ કરવાની ભાવના આ યાત્રા સાથે જોડાઇ છે. ભાજપે હંમેશા સકારાત્મક રાજનીતિ કરી છે જ્યારે કોંગ્રેસે દેશ અને ગુજરાત કઇ રીતે બદનામ થાય તેવી રાજનીતિ કરી છે. તાજેતરમાં કચ્છની અસ્મિતાને બદનામ કરવાના હીન પ્રયાસ કોંગ્રેસે કર્યા છે પરંતુ ગુજરાતની પ્રજા કોંગ્રેસને સુપેરે ઓળખી ચૂકી છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે, આજે મા અંબાના ચરણોમાં માથુ ટેકવીને સમગ્ર આદિવાસી સમાજનું ભલું થાય તેવા આશિર્વાદ માંગ્યા છે. પેસા એક્ટના અમલથી આદિવાસી સમાજની પેઢીઓ આબાદ થવાની છે. આ યાત્રા 15 જિલ્લા, 50 તાલુકા અને 33 વિધાનસભા વિસ્તારોમાંથી પસાર થઇને 1500 કિલોમીટરની સફર કરીને અંબાજી પહોંચી હતી.