સુરત જિલ્લામાં ગમે ત્યારે આવી શકે છે લોકડાઉન, લોકડાઉન-ટુ નામે વાયરલ થયો પત્ર
સુરતઃ
ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના સૌથ વધારે કેસ સુરતમાં નોંધાઈ રહ્યા છે ત્યારે સુરત જિલ્લામાં ગમે ત્યારે લોકડાઉન લાદી દેવાશે તેની લોકોએ નોંધ લેવી એ પ્રકારનો નકલી પત્ર પોલીસના નામે ફરતાં થતાં લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે.
સુરત પોલીસે તાત્કાલિક પગલાં ભરીને પોલીસના નામે ખોટો પત્ર વાયરલ કરનાર વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે અને લોકોને આ પ્રકારની અફવાઓથી નહીં દોરાવા કહ્યું છે. આ ખોટો પત્ર વાયરલ કરવા બદલ અજાણ્યા શખ્સ વિરુધ્ધ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. લોકડાઉન પાર્ટ 2 ના નામેં પત્ર વાયરલ કર્યો હતો અને સુરત શહેરના સ્પેશ્યલ કમિશ્નર ડો.પી.એસ પટેલ ના નામે પત્ર વાયરલ કરી ભયનો માહોલ ફેંલાવાયો હતો.
આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, સુરતના અઠવા, રાંદેર, લિંબાયત વિસ્તારમાં આવેલાં તમામ શોપિંક મોલ, થીયેટરો, જીમ, સ્વિમિંગ પુલ અનિચ્છિત સમય સુધી બંધ રાખવા માટેની ઘોષણા કરું છું. તેમજ કોઈ પણ ધાર્મિક પ્રસંગો, રાજકીય કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ ફરમાવું છું. જ્યાં સુધી આગળની સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી ફરજીયાત બંધ રાખવામાં આવે.