ગાંધીનગરગુજરાત

બિગ બ્રેકીંગ :- કોરોનાના કહેર વચ્ચે શરૂ થતી ધોરણ 9થી 12ની પરીક્ષા મુદ્દે સરકારે લીધો મોટો નિર્ણય, જાણો વધુ.

ગાંધીનગર :

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી કોરોનાનું સંક્રમણ અને કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે એક પછી એક કડકપગલા ભરવાના શરૂ કરી દીધા છે. આગામી 19માર્ચ થી 27 માર્ચ દરમિયાન ધો 9 થી 12 ની પરિક્ષા યોજાવા જઈ રહી છે. ત્યારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે રાજ્યના ડીઇઓને પરીપત્ર લખ્યો છે. પરીપત્રમાં જણાવાયું છે કે, વિદ્યાર્થીઓએ શાળામાં જઈને પરીક્ષા તો આપવી જ પડશે. કન્ટેન્મેન્ટ ઝોનમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કન્ટેન્મેન્ટ ઝોનના જે પણ વિદ્યાર્થીઓ શાળામાં ઉપસ્થિત નહિ રહેનાર હોવાથી જ્યારે તેમનું રહેઠાણ- વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત થાય ત્યારે નવા પ્રશ્નપત્રો સાથે પરીક્ષા લેવાની થશ, પણ પરીક્ષા તો આપવી જ પડશે. કન્ટેન્મેન્ટ ઝોનમાં કોઈ શાળા આવતી હશે તો શાળા કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત થાય ત્યારબાદ પરીક્ષા લેવાની રહેશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે રાજ્યના ડીઈઓને આ પ્રકારનો પરીપત્ર લખ્યો છે.

ગુજરાત સરકારે કોરોનાનું સંક્રમણ અટકાવવા પગલા ભરવાની છૂટ આપતાં જ સુરત કોર્પોરેશન પણ હરકતમાં આવી ગયું છે તેમજ સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા તમામ બાગ બગીચા બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. આવતી કાલથી આગામી નિર્ણય સુધી તમામ જાહેર સ્થળો જનતા માટે બંધ રહેશે. ભીડ એકઠી થતા સંક્રમણ ફેલાવવાને કારણે આ નિર્ણય લેવાયો છે.સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એ ગઈ કાલે મોડી રાત્રે પણ કહ્યું હતું કે શાળા કોલેજમાં અને ટ્યૂશન ક્લાસીસમાં ઑફ્લાઇન શિક્ષણ બંધ કરવામાં આવે અને ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવે.જે શાળા કે કોલેજમાં પરીક્ષા ચાલતી હોય ત્યાં ઑફ્લાઇન પરીક્ષા લેવામાં આવશે. કોરોનાનું સંક્ર્મણ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x