રાષ્ટ્રીય

તિહારમાં છોટારાજનવાળી જેલ નં. 2માં શાહબુદ્દીન કેદ, રહેશે CCTVની નજરમાં

નવી દિલ્હીઃસુપ્રીમ કોર્ટના આદેશ બાદ બિહારના બાહુબલી રાજદ નેતા મોહમ્મદ શહાબુદ્દીનને તિહાર જેલ લઇ જવાયો. તેને તિહારની જેલ નંબર 2માં રખાયો છે. આ જેલમાં જ અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજન પણ કેદ છે. દિવંગત પત્રકાર રાજદેવ રંજનની પત્ની આશા રંજન અને 3 પુત્ર ગુમાવનારા સિવાનના ચંદ્રકેશ્વર પ્રસાદની અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટે 15 ફેબ્રુઆરીએ શહાબુદ્દીનને તિહાર જેલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો.
રવિવારે સવારે બિહાર પોલીસની ટીમ તેને લઇને તિહાર પહોંચી. તિહારના ડીજી સુધીર યાદવે જણાવ્યું કે શહાબુદ્દીનના સેલમાં સીસીટીવી કેમેરા લગાવી દેવાયા છે. સુપ્રીમ કોર્ટે શહાબુદ્દીનને સામાન્ય કેદીઓની જેમ રાખવાનો આદેશ આપ્યો છે. જેલ અધિકારીઓએ કહ્યું કે તેના માટે વિશેષ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. આસપાસના અન્ય કેદીઓનું પણ પ્રોફાઇલિંગ કરવા સાથે તેમના પર પણ નજર રાખવામાં આવી રહી છે.
તિહાર પહોંચતાં જ શહાબુદ્દીનને પરસેવો છૂટી ગયો
પત્રકાર રાજદેવ રંજનની ગોળી મારીને હત્યા સહિત લગભગ 50 કેસમાં આરોપી શહાબુદ્દીનને તિહાર પહોંચતાં જ પરસેવો છૂટી ગયો. તેના ચહેરા પર હંમેશા દેખાતો રોફ ગાયબ હતો. તે સિવાનથી પટણા અને
ત્યાંથી ટ્રેનમાં તિહાર પહોંચ્યો ત્યાં સુધીમાં કેટલાય ગ્લાસ પાણી પી ગયો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x