આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ISના વળતા પાણી, ઉભી થઈ પૈસાની તંગી, 2 વર્ષમાં 6,500 કરોડની આવક ઘટી

બગદાદઃ
એક રિપોર્ટ પ્રમાણે આતંકી સંગઠન ISISમાં હાલ પૈસાની તંગી સર્જાઈ છે. બે વર્ષમાં આ સંગઠનની કમાણી 6500 કરોડ રૂપિયા સુધી ઘટી ગઈ છે. ઈન્ટરનેશનલ સેંટર ફોર ધ સ્ટડી ઓફ રેડિકલાઈઝેશન એન્ડ પોલિટિકલ વોયલેન્સ અને અકાઉન્ટિંગ ફર્મ ઈવાઈના રિપોર્ટમાં આ ખુલાસો કરાયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ISISનો બિઝનેસ મોડલ નબળું પડી ગયું છે.
60 ટકા વિસ્તાર પકડમાંથી છૂટ્યા
– રિપોર્ટ પ્રમાણે 2014માં ISISની રેવન્યૂ 12000 કરોડ હતી અને 2016માં તેની રેવન્યૂ 5495 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે.
– બે વર્ષમાં ઈસ્લામિક સ્ટેટની રેવન્યૂમાં અંદાજે 6500 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
– લંડનના કિંગ્સ કોલેજમાં સેન્ટરના ડાયરેક્ટર પીટર ન્યૂમેને કહ્યું કે ISIS અંગે સૌથી મોટી ભૂલ એ હતી કે તેઓને આતંકી સંગઠન સમજવામાં આવ્યું, પરંતુ આ સંગઠન તેનાથી ઘણું મોટું છે.
– ISISનો ખર્ચ અનેક ગણો છે, જે પણ વિસ્તારમાં તે કબજો કરે ત્યાંની સડકો, ઈલાજ, ટીચર્સનો ખર્ચ ISIS જ ઉઠાવતા, જ્યારે અલકાયદામાં આવું ન હતું.
– ISIS સામે ગ્લોબલ કોલિશનનું કહેવું છે કે ટેરરિસ્ટ ગ્રૂપે ઈરાકમાં 60 ટકા અને સીરિયામાં 30 ટકા વિસ્તાર ગૂમાવી દીધા છે.
ઓછા પૈસાનો અર્થ ઓછો ખતરો નથી
– ન્યૂમેને કહ્યું કે ISIS પાસે પૈસાની તંગીનો અર્થ એ નથી કે તે નબળું પડી ગયું છે.
– થોડા સમય પહેલા જ પેરિસ અને બ્રસેલ્સમાં થયેલા હુમલાને ધ્યાને રાખી સ્પષ્ટ થાય છે કે આ અટેક પાછળ ખૂબ ખર્ચ થયો છે.
– તો અમેરિકા અને યુરોપમાં કરવામાં આવેલા મોટાભાગના ISISના હુમલા સેલ્ફ ફાઈનેંસ જ હતા, તેનો ખર્ચ હુમલાખોરે જ ઉઠાવ્યો હતો.
આવી રીતે આતંકીઓ કમાઈ છે પૈસા
– ન્યૂમેને કહ્યું કે ઈસ્લામિક સ્ટેટની કમાણીનો મેઈન સોર્સ લૂટપાટ, અપહરણસ, વસૂલી, ટેક્સ, તેલ જેવા માધ્યમ છે.
– આ તમામની મદદથી થયેલી કમાણીનો ઉપયોગ કબજો કરવામાં આવેલા વિસ્તારોને ચલાવવામાં માટે કરવામાં આવતો.
– આ પૈસા સૌથી વધુ ત્યારે ખર્ચ થાય છે જ્યારે સંગઠન સંપૂર્ણ રીતે વિસ્તારોમાં કબજો કરવા ઈચ્છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x