ગુજરાત

કોરોનાનો કહેર વધતા અમદાવાદમાં AMTS, BRTS બસ સેવા, જીમ, ગેમ ઝોન, સ્પોર્ટ્સ ક્લબ ગુરૂવારથી અચોક્કસ મુદ્દત માટે બંધ

અમદાવાદ :

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે આજે કેસની સંખ્યા અમદાવાદમાં 270ને પાર થઈ છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલ એટલે કે ગુરુવારે સવારથી જ તમામ AMTS અને BRTS બસો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એકપણ રૂટ પર AMTS અને BRTS બસ જ્યાં સુધી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. તેમજ ખાનગી અને સરકારી જિમ્નેસિયમ, ગેમ ઝોન, સ્પોર્ટ્સ કલબ વગેરે પણ ગુરૂવારથી અચોક્કસ મુદત સુધી બંધ રહેશે

એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે અને તેમાં પણ કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 271 નવા કેસ અને 208 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેર વિસ્તારમાં એક દર્દીના મોત સાથે મૃત્યુઆંક 2,326 પર પહોંચ્યો છે. શહેરમાં 264 અને જિલ્લામાં 7 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 205 અને જિલ્લામાં 3 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 65,363 થયો છે. જ્યારે 61,970 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. 60 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી હતા. ત્યારે 35 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે અને 5 માઇક્રો કન્ટેનમેન્ટ દૂર કરાતા હવે કુલ 90 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x