ગુજરાત

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની મફત સારવાર બંધ

અમદાવાદ :

ચૂંટણી પૂરી થતાં જ શહેરની ખાનગી હોસ્પિટલમાં મ્યુનિ. દ્વારા કોરોનાની સારવાર માટે રાખેલાં તમામ બેડ સરેન્ડર કરી દેવાયાં છે. હવે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની મફત સારવાર નહીં થાય. જો કોરોનાની મફત સારવાર જોઈતી હોય તો ફરજિયાત સરકારી હોસ્પિટલમાં જ દાખલ થવું પડશે. જોકે કોરોનાના વધતા કેસોને કારણે સત્તાવાળાઓએ આ નિર્ણય બદલવો પડશે.

શહેરમાં એક તબક્કે કોરોના કેસો વધતાં મ્યુનિ. દ્વારા ખાનગી હોસ્પિટલ સાથે એમઓયુ કરીને 66 જેટલી હોસ્પિટલોમાં 50 ટકા બેડ એએમસી ક્વોટામાં રાખ્યા હતા. જ્યારે બાકીના 50 ટકા બેડ પર હોસ્પિટલ સત્તાવાળા પોતાની રીતે દર્દીઓને દાખલ કરી, નાણાં વસૂલી શકતા હતા. જે 50 ટકા બેડ મ્યુનિ. ક્વોટામાં રખાયા હતા, તે બેડ જો ખાલી રહે તો પણ નિશ્ચિત રકમ હોસ્પિટલને ચૂકવવા નિર્ણય કરાયો હતો. જોકે હવે ખાનગી હોસ્પિટલોના મ્યુનિ. ક્વોટાના બેડ હાલ પૂરતા હોસ્પિટલને પરત કર્યા છે, જેથી દાખલ દર્દીઓ પાસેથી હોસ્પિટલ સત્તાવાળા ચાર્જ વસૂલીને સારવાર આપી શકશે.

નાગરિકો માટે હવે કોરોનાની મફત સારવાર માત્ર સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ અને એસવીપી હોસ્પિટલ પૂરતી જ સીમિત થઈ ગઈ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x