ગુજરાતની આ યુનિવર્સિટીમાં 8 વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત, એક નું મોત
રાજ્યભર માં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 130 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર આવેલ કોવિડ સેન્ટરમાં આજે 6 દર્દીઓના મોત નિપજ્યા હતા. કોરોનાના કેસમાં વધારો થતાં હવે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. જિલ્લા કલેકટર કચેરી ખાતે કોરોનાના નોડલ ઓફિસર રાહુલ ગુપ્તાની અધ્યક્ષતામાં બેઠક બોલાવી હતી અને તમામ પદાધિકારીઓને કોરોના ટેસ્ટ અને રસિકરણને લઈને લોકોને સમજાવવાના પ્રયાસ કરવા અપીલ કરી હતી.
મારવાડી યુનિવર્સિટીમાં કોરોના થયો બ્લાસ્ટ:-
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં કોરોનાનો બ્લાસ્ટ થયો છે. એકસાથે 8 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. એ દરમિયાન કોરોના ગ્રસ્ત આફ્રિકન વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થતા વિદ્યાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે.
ગુજરાતમાં Coronaના કેસમાં સતત વધારો નોંધાયો છે. જેમાં ગુજરાતમાં રોકેટ ગતિએ કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 1,580 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં Coronaના લીધે સાત લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 2, ગાંધીનગરમાં 1 અને વડોદરા 1 દર્દીનું મૃત્યુ થયું છે. આ ઉપરાંત ગુજરાતમાં કોરોનાના વધતાં કેસ પર નજર કરીએ તો કાલે સુરતમાં કુલ 510, અમદાવાદ શહેરમાં 443, વડોદરામાં 132, રાજકોટમાં 130, ખેડામાં 31, ગાંધીનગરમાં 31, પાટણમાં 13, આણંદમાં 12, નર્મદામાં 12 અને મહીસાગરમાં 10 કેસ નોંધાયા છે. જ્યારે બાકીના જિલ્લામાં કોરોનાના કેસ 10થી ઓછા નોંધાયા છે.
CM રૂપાણીએ કહ્યું રાજ્યમાં લોકડાઉન નહીં થાય:-
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસ અને સંપૂર્ણ લોકડાઉનની અફવાઓ વચ્ચે CM Rupaniએ રવિવારે ફેસબુક લાઈવમાં સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં કોઈ પણ પ્રકારનું લોકડાઉન લગાવવાનું નથી. તેમજ લોકોને આવી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી. તેમણે લોકોને કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું જણાવ્યું હતું. તેમણે સંબોધનમાં સરકારે કરેલા કામકાજની વિગતો આપી હતી. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે અમારી સરકાર સંવેદનશીલ સરકાર છે. લોકોના રોજગારની પણ ચિંતા છે. આ ઉપરાંત અમે રાજ્યના નાગરિકોની સુવિધા માટે હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં પૂરતી વ્યવસ્થા કરી દીધી છે.